GSTV
Food Funda Life Trending

Holi 2023: કાનપુરમાં હોળી પર્વ નિમિત્તે સોનાના ઘૂઘરા બન્યા આકર્ષણનું કેન્દ્ર, કિંમત છે હજારોમાં

હોળી આવતા જ બજારો અને ઘરોમાં ખાસ રોનક જોવા મળે છે. બજાર રંગબેરંગી અબીલ અને ગુલાલથી ભરેલા જોવા મળે છે. ઘર અને દુકાનોમાં વિવિધ પ્રકારના ઘૂઘરા પણ જોવા મળે છે. ઘૂઘરાને હોળીની ખાસ મિઠાઈ કહેવામાં આવે છે. દરમિયાન કાનપુરના બજારમાં પણ વિવિધ પ્રકારના ઘૂઘરા જોવા મળી રહ્યા છે પરંતુ શોખીનોની નજર સોનાના ઘૂઘરા પર અટકી છે

હોળીમાં લોકો એકબીજાને ઘૂઘરા ખવડાવીને મોઢુ મીઠુ કરાવે છે. રંગ અબીલ લગાવીને શુભકામનાઓ પાઠવે છે. આ વખતે બજારમાં ઘણા પ્રકારના ઘૂઘરાજોવા મળી રહ્યા છે. લગભગ 30 પ્રકારના ઘૂઘરા મિઠાઈની દુકાનોમાં જોવા મળી રહ્યા છે. જેમાં સામાન્ય ઘૂઘરાથી લઈને સોનાના ઘૂઘરા સુધી સામેલ છે. જેમાં સામાન્ય ઘૂઘરા 750 રૂપિયા કિલોથી શરૂ થાય છે. સૌથી મોંઘા સોનાના ઘૂઘરા છે. જેની કિંમત 30,000 રૂપિયા કિલો છે.

સોનાના ઘૂઘરામાં આ છે ખાસિયત

સોનાના ઘૂઘરામાં સોનાનો વરખ લગાડેલો છે. જેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખેલા છે. જેમાં પિસ્તા, બદામ અને કાશ્મીરી કેસર ભરેલુ છે. ઘૂઘરાની વેરાયટીમાં પિસ્તા, કાજુ, કેસર, ચંદ્રકલા સોનાના ઘૂઘરા વગેરે સામેલ હોય છે.

Related posts

સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ

GSTV Web News Desk

દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી

Vishvesh Dave

ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે

Hina Vaja
GSTV