GSTV
Business India News Trending

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

વોલમાર્ટની ગણતરી જગતની સૌથી મોટી કંપનીઓમાં થાય છે. શોપિંગ મોલની વાત આવે તો વોલમાર્ટનું નામ આખા જગતમાં સૌથી પહેલું લેવાય. એ વોલમાર્ટ સાથે જોડાઈને હવે વેપારીઓ-ઉત્પાદકો-વેચાણકર્તા પોતાની પ્રોડક્ટ અમેરિકી માર્કેટમાં વેચી શકશે. એ માટે https://marketplace.walmart.com/ પર અરજી કરવાની રહેશે. વોલમાર્ટના અમેરિકામાં 12 કરોડથી વધારે ગ્રાહકો છે. એ ગ્રાહકો સુધી પહોંચવાની આ પ્લેટફોર્મ દ્વારા તક ઉભી થઈ છે.
એમેઝોન જે રીતે ભારતમાં માર્કેટપ્લેસ સુવિધા ઉભી કરીને સામાન્ય વેપારી-ઉત્પાદકોને વિવિધ ચીજો ઓનલાઈન વેચવાની તક આપે છે. માટે માર્કેટપ્લેસ કન્સેપ્ટથી હવે આપણા વેપારીઓ ખાસ અજાણ્યા નથી. વોલમાર્ટની પણ એમેઝોન સાથે સ્પર્ધા છે. એટલે વોલમાર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈને ભારતીય વેચાણકર્તા-ઉત્પાદકો-વેપારીઓ માટે સીધું અમેરિકી માર્કેટ ખોલી નાખ્યુ છે. ભારતમાં વેપાર કરનારાઓ માટે આ બહુ મોટી વૈશ્વિક તક છે. વોલમાર્ટ ભારતમાં 20 વર્ષથી વેપાર કરે છે.
હવે ભારતનું માર્કેટ આખા જગત માટે સૌથી મોટું છે એટલે ભારત પહેલાથી જ વોલમાર્ટનું ટોચનું સ્ત્રોતનું છે અને 2027 સુધીમાં દર વર્ષે ભારતમાંથી 10 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક કંપનીએ મૂક્યો છે. આંતરરાષ્ટ્રિય વેચાણકર્તાઓને આકર્ષવા અને માર્કેટપ્લેસના પ્રોડક્ટ્સ એસોસ્ટમેન્ટના વિસ્તરણના વૈશ્વિક ડ્રાઈવના ભાગરૂપે વોલમાર્ટએ હવે ભારતમાંથી નવા વેચાણકર્તાઓને ઇચ્છે છે. જોકે દરેક વેપારી અહીંથી વેચાણ નહીં કરી શકે. અત્યારે મર્યાદિત સંખ્યામાં અરજીઓ સ્વિકારાશે.

જે કોઈ સિલેક્ટ થશે એમને યુ.એસ. ખાતેના વોલમાર્ટના વેરહાઉસ અને ડિલિવરી માળખાનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે સાથોસાથ પ્લેટફોર્મ ટૂલ્સ પણ મળશે જે તેમને તેમના ઓપરેશન્સ અને પ્રમોશન મેનેજ તથા પ્રતિભાવને મેળવવામાં મદદ કરશે. સાથોસાથ યુ.એસ.માં સફળતા માટે મદદ આપવા વોલમાર્ટએ તેમની સાથે યુ.એસ. ગ્રાહકોની માહિતી આપશે અને વૈશ્વિક પૂરવઠા ચેઇનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ આપશે તથા તેના માર્કેટપ્લેસ પર વેચાણકર્તાઓને બિઝનેસના આયોજનની નીતિમાં પણ મદદ કરશે.

આ માટે વોલમાર્ટે એક નિષ્ણાત સમિતિ બનાવી છે, જે ક્રોસ બોર્ડર વેપાર માટે જરૃરી વાતાવરણ ઉભુ કરશે અને વેચાણકર્તાઓને પ્લેટફોર્મ પર ઓનબોર્ડ વિકસાવવાની મદદ કરે છે. તે સ્થાનિક વેચાણકર્તાઓને આંતરરાષ્ટ્રિય માપદંડ અનુસાર અરજી પૂરી કરી શકે છે તથા વોલમાર્ટના જવાબદાર સુત્રોના માપદંડને ધ્યાને રાખીને નવી પ્રોડક્ટ્સ લાઈન વિકસાવશે તથા તેમની પેકેજિંગ, માર્કેટિંગ, પૂરવઠા ચેઇન મેનેજમેન્ટ ક્ષમતામાં વધારો કરી શકશે અને નિકાસની સફળતા માટે તેમના ઓપરેશન્સને વધુ અપગ્રેડ કરી શકે છે.

ડેલફી લેધર ઇન્ડિયા, માહી એક્સપોર્ટ્સ, ટચસ્ટોન જેમ્સ એન્ડ જ્વેલરી અને વેલસ્પન જેવી અગ્રણી ભારતીય કંપનીઓ પહેલાથી જ વોલમાર્ટ માર્કેટપ્લેસ પર વિકસી રહી છે.


માર્કેટપ્લેસની આ તકએ ભારતમાં નાના વેચાણકર્તાઓને તેના બિઝનેસમાં સમર્થન આપવાના વોલમાર્ટના પ્રયાસોને વધારે મજબૂત બનાવે છે. શરૂઆતના સ્તરે, વોલમાર્ટ અને ફ્લિપકાર્ટએ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીસ (એમએસએમઇસ)ને મદદ કરીને વોલમાર્ટ વૃદ્ધિ પૂરવઠા વિકાસ પ્રોગ્રામ દ્વારા તેમને વૈશ્વિક પૂરવઠા ચેઇનમાં ભાગ લેવા તેમની નિકાસ ક્ષમતાને વધારવા માટે તૈયાર કરે છે.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV