GSTV
Home » News » લોકસભાની ચૂંટણીના કારણે સોનાની દાણચોરીને ગ્રહણ લાગી ગયું

લોકસભાની ચૂંટણીના કારણે સોનાની દાણચોરીને ગ્રહણ લાગી ગયું

લોકસભાની ચૂંટણી દરમિયાન રોકડ, દારૂ-ડ્રગ્સ અને કિંમતી ધાતુની જપ્તીની કામગીરીને લીધે ભારતમાં સોનાની દાણચોરીની પ્રવૃત્તિ હાલ ઘટી છે એવું બુલિયન ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું છે. જેના લીધે કાયદેસરની પ્રવૃત્તિ કરતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતમાં રાજકીય પાર્ટીઓ વોટના બદલમાં રોકડ નાણાં કે કોઇ વસ્તુની લાલચ આપતા હોય છે.

ચૂંટણીપંચ જે આ સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા ઉપરધ્યાન રાખે છે તે જકાત નાકાઓ ઉપર સધન તપાસ હાથ ધરીને રોકડ નાણાં, ઉંચા મૂલ્યની વસ્તુઓ, દારૂ-ડ્રગ્સની ગેર કાયદેસર હેરાફેરી અટકાવવા પ્રયત્નશીલ છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચાતી રકમ ઉપર પણ મર્યાદા મૂકવામાં આવી છે. ગત મહિને મુંબઇમાં 10મી માર્ચના રોજ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ દ્વારા રૂ.30 કરોડના મૂલ્યનું 107 કિગ્રા સોનું પકડી પાડવામાં આવ્યું છે જે ચૂંટણીની તારીખો જાહેર થયા પછીની સૌથી મોટી જપ્તી છે.

કિંમતી ધાતુના વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ગ્રાહક ભારતમાં બેન્કો દ્વારા સોનાની આયાત વધવાથી પણ દાણચોરીની ઘટનાઓ ઘટી છે જેનાથી તેમને વૈશ્વિક બજારની તુલનાએ ઉંચા ભાવ મેળવવાની પણ તક મળી છે. ઓલ ઇન્ડિયા જેમ્સ અને જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)ના ચેરમેને અનંત પદ્મનાભને જણાવ્યું કે, મુંબઇમાં આ મોટી જપ્તી બાદ દાણચોરીમાં મોટો ઘટાડો થયો છે. ગ્રે માર્કેટના સંચાલકો ચૂંટણી દરમિયાન જોખમ ઉઠાવવા ઇચ્છા નથી.

READ ALOS

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

અક્ષય કુમાર પાસે પીએમ મોદીએ કર્યા અનેક સ્ફોટક ખુલાસાઓ, નહીં વાંચો તો ચૂકશો તક

Riyaz Parmar