GSTV

કારીગરી / મીઠાઈને અલંકૃત કરતા સોના-ચાંદીના વરખ માટે કરવી પડે છે ખુબ મહેનત, ચાંદીનો વરખ બનાવાની આ રસપ્રદ વાત

Last Updated on October 28, 2021 by Pritesh Mehta

આપે મધમીઠી મીઠાઇ તો ખાધી હશે. તેના પર લગાવાતો ચાંદીનો વરખ પણ જોયો હશે. પણ તમને ક્યારેય વિચાર આવ્યો કે ચાંદીનો આ વરખ કેવી રીતે બને છે. ચાંદીના વરખની આ પાતળી પરત તૈયાર કરવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે. ત્યારે આવો જાણીએ ચાંદીનો વરખ બનાવાની આ રસપ્રદ વાતને.

વરખ

ચાંદીના વરખ માટે ચાંદીના પતરાને ચામડાના કવરમાં પેક કરીને લાકડાની હથોડીથી ફટકા મારવામાં આવે છે. આ હથોડા મારવાનું કૌવત એટલું મહત્વનું છેકે ચાંદીનો વરખ એકદમ પાતળો બની જાય છે. વર્ષો જુના કારીગરો મહામહેનતે ચાંદીના અને સોનાના વરખને આવી જ રીતે તૈયાર કરતા હોય છે. સોના-ચાંદીનો વરખ તૈયાર કરતા આ કારીગરોને આ આવડત હાંસલ કરવા માટે વર્ષોની મહેનત લાગી જતી હોય છે. સોના-ચાંદીનો વરખ તૈયાર કરતા આ કારીગરો વહેલી સવારથી લઇને મોડી રાત સુધી વરખ બનાવાની આ કામગીર સાથે જોડાયેલા હોય છે.  આ વરખને બાદમાં મીઠાઇમાં લગાવાતો હોય છે.

જો કે ચોંકાવનારી વાત તો એ છેકે કેટલાક લેભાગૂ તત્વો દ્વારા વરખ પણ નકલી તૈયાર કરાય છે. કાયમ સોના ચાંદી સાથે જોડાયેલા રહેતા વરખના આ કારીગરોને પણ કોરોના કાળની એટલી મોટી થપાટ લાગી હતી કે તેમની હાલાકી સાંભળીને ધ્રુજી જવાય. પણ આપણા માટે નવાઇની વાત છેકે આપણા સુધી પહોંચતી સોના ચાંદીના વરખ સાથેની મીઠાઇ પર લાગતો આ વરખ તૈયાર કરવા માટે કેટલાય લોકોની મહેનત છૂપાયેલી હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજીસહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર,સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUSTREAD:

Related posts

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735 કેસ, મૃત્યુઆંકથી લોકોમાં ફેલાયો ભયનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!