GSTV
Home » News » સોના-ચાંદીમાં આગઝરતી તેજી : ચાંદીના ભાવે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

સોના-ચાંદીમાં આગઝરતી તેજી : ચાંદીના ભાવે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

સોના-ચાંદીના ભાવમાં ફરી ચળકાટ જોવા મળી રહ્યો છે. અને સોનુ અને ચાંદીએ ફરી એક વખત ઓલટાઈમ હાઈ સપાટી બનાવી છે. સોનાના ભાવ 40 હજારની સપાટીને સ્પર્શી ગયા છે તો ચાંદીના ભાવમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે, અને સોનાના ભાવ 40,000 નજીક પહોંચી ગયા છે. નિષ્ણાંતોના મતે સોનાના ભાવ દિવાળી સુધીમાં સોનાના ભાવ 40 હજારની સપાટીને ક્રોસ કરી શકે છે.

સોનું ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે. ત્યારે ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે દિવાળી ટાઈમે જોવાનું રહ્યું કે સોનું ક્યાં ભાવે પહોચે છે.ટ્રેડ વોર અને વૈશ્વિક અસરને પગલે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં જે સોનાના ભાવ 32 હજાર નજીક હતા, તો 1લી ઓગસ્ટની આસપાસ સોનાના ભાવ 34 હજાર નજીક જ જોવા મળતા હતા તે આજે 40 હજાર નજીક પહોંચી ગયા છે.

READ ALSO

Related posts

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur
Do NOT follow this link or you will be banned from the site!