GSTV
Home » News » સોના-ચાંદીમાં તેજીનું તોફાન: અમદાવાદમાં ચાંદી ઉછળીને રૂ. 50,500ની ટોચે પહોંચી

સોના-ચાંદીમાં તેજીનું તોફાન: અમદાવાદમાં ચાંદી ઉછળીને રૂ. 50,500ની ટોચે પહોંચી

વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાતા સ્થાનિક બજારોમાં આજે પણ કિંમતી ધાતુઓમાં તેજીનું તોફાન જારી રહ્યું હતું. જે પૈકી અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં તોતિંગ ઉછાળો નોંધાતા રૂ. ૫૦,૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. તેની પાછળ સોનું, પણ મક્કમ રહ્યું હતું. બીજી તરફ અમેરિકન ડોલર સામે રૂપિયામાં ધીમો સુધારો નોંધાયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડોલરમાં નરમાઈ તરફી વલણ પ્રવર્તતું હોવા છતાંય ત્યાંના બજારોમાં સોનું ઉછળીને ૧૫૫૦ ડોલર અને ચાંદી ૨૦ ડોલર નજીક ૧૯.૬૧ ડોલર પહોંચી હતી. જો કે મોડી સાંજે તેમાં પીછેહઠ જતા અનુક્રમે ૧૫૩૭.૫૦ ડોલર અને ૧૯.૩૨ ડોલર મુકાતી હતી.

આ અહેવાલોની સ્થાનિક બુલીયન બજાર પર સાનુકુળ અસર થવા પામી હતી. અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં રૂ. ૧૭૦૦નો ઉછાળો નોંધાતા તે રૂ. ૫૦૦૦૦ની સપાટી કુદાવીને ૫૦,૫૦૦ની ઉંચી સપાટીએ પહોંચી ગઈ હતી. ચાંદીની પાછળ આજે સોનામાં પણ તેજીની ચાલ આગળ વધી હતી. નવી લેવાલી પાછળ સોનું (૯૯.૯) રૂ. ૧૦૦ વધીને ૪૦,૫૦૦ની ટોચે પહોંચ્યું હતું. જ્યારે સોનું (૯૯.૫) પણ રૂ. ૧૦૦ વધીને ૪૦૩૫૦ બંધ રહ્યું હતું.

દરમિયાન હૂંડિયામણ બજારમાં આજે ડોલર સામે રૂપિયામાં ધીમો સુધારો નોંધાયો હતો. વૈશ્વિક કરન્સી મારકેટમાં ડોલરની પીછેહઠ થતા ડોલર ઇન્ડેક્સ પાછો પડયો હતો. બીજી તરફ સ્થાનિક ઇક્વિટી બજારમાં નોંધાયેલ સુધારાની પણ સાનુકુળ અસર જોવાઈ હતી. આ અહેવાલો પાછળ ડોલર સામે રૂપિયો ૭૨.૨૦ના મથાળે ખુલી ઇન્ટ્રાડે વધીને ૭૧.૯૬ થયા બાદ કામકાજના અંતે પાછો ફર્યોહતો. જો કે, આમ છતાંય ગઇકાલની ૭૨.૩૯ની સપાટીથી ૨૭ પૈસા સુધરીને ૭૨.૧૨ના મથાળે બંધ રહ્યો હતો.

READ ALSO

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

Bigg Boss 13: અસિમ રિયાઝને ટાસ્ક દરમ્યાન ગુસ્સો આવતા સિદ્ધાર્થ શુક્લાને આપી દીધી આ ધમકી

pratik shah

ગણતંત્ર દિવસનાં અવસરે CRPFની મહિલા જવાન કરશે અમેઝિંગ પ્રદર્શન, ફોટા જોઈને તમે કરશો ‘સેલ્યૂટ’

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!