GSTV

આર્થિક મંદી વચ્ચે સોનાચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો, સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો

Last Updated on June 9, 2021 by pratik shah

કોરોના વાયરસના કપરા કાળમાં એક તરફ મંદી છે તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં સતત વધારો જ જોવા મળી રહ્યો છે…જેના કારણે પરિસ્થિતી એવી સર્જાઇ છેકે જવેલર્સનો ધંધો સાવ પડી ભાંગ્યો છે. ત્યારે માંડ માંડ લોકડાઉનની પરિસ્થિતી છે પૂર્ણ થવા આવી છે ત્યારે સોના ચાંદીના વધેલા ભાવે જવેલર્સની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

સોનુ

સોનાનો ભાવ 50 હજાર 600 સુધી પહોચ્યો

  • આર્થિક મંદી વચ્ચે સોનાચાંદીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો
  • સોનાનો ભાવ 50 હજાર 600 સુધી પહોચ્યો
  • જ્યારે ચાંદીનો ભાવ 73 હજારે પહોંચ્યો છે.
  • સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવતા સોની બજારમાં મંદીનો માહોલ ઉભો થયો છે
  • વિદેશમાં અનલોક થતા સોનાચાંદીની માંગમાં વધારો થતા ભાવ ઉછાળો આવ્યો છે

છેલ્લા પાંચ મહિનાના સોનાના ભાવની વાત કર્યે તો જાન્યુઆરીમાં સોનાનો ભાવ 53 હજાર 550 થયો હતો જ્યારે ફેબ્રુઆરીમાં 50 હજાર 550 થયો હતો.માર્ચ મહિનામાં સોનાનો ભાવ 47 હજાર 500 અને એપ્રિલમાં 49 હજાર 500 હતા.જ્યારે મે મહિનામાં સોનાનો ભાવ 50 હજાર 600 સુધી ગયો હતો..એવું મનાઈ રહ્યું છે કે આંતરાષ્ટ્રીય સ્તરે બજારમાં ભાવ વધતા સોનાચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

જાન્યુઆરી મહિનાનો ભાવ     53550
ફેાુઆરીમાં મહિનાનો ભાવ   50550
માર્ચમાં મહિનાનો ભાવ            47500
એપ્રિલમાં મહિનાનો ભાવ      49500
મે મહિનાનો ભાવ                50600
સોનુ
  • કોરોનાના કપરા સમયમાં સોનાચાંદીના દુકાનદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે..
  • સોનાના ભાવમાં ઉછાળો થતા મધ્યમવર્ગના પરિવારોએ સોનાચાંદીની ખરીદી બંધ કરતા વેપારીઓએ દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે..
  • અમદાવાદના 70 જેટલા દુકાનદારોએ ભાડા અને ટેક્સ ભરવા પરવડે તેમ ન હોવાથી પોતાની દુકાનોના શટર પાડી દીધા છે..
  • સોનાચાંદીના મોટા વેપારીઓ પણ ધંધા બદલી અન્ય ધંધા તરફ વળી ગયા છે.
સોનુ

લોકડાઉનમાં લગ્ન પ્રસંગ સાવ સાદગીથી હોવાથી સોના ચાંદીની ડીમાન્ડ ઘટી હતી.જેથી આમ પણ મંદી હતી.હવે બજારો ખુલી છે તેવી સ્થિતીમાં ભાવમાં ઉછાળો આવ્યો છે આમ જવેલર્સ માટે તો પરિસ્થિતી જેમની તેમ જ રહી છે.

READ ALSO

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

સ્ક્રેપ પોલિસી/ ગુજરાતમાં વાહનચાલકોને લાગશે ઝટકો : આ વર્ષ પહેલાં નોંધાયેલા વાહનો ભંગારમાં જશે, સરકાર લાગુ કરવા જઈ રહી છે આ પોલિસી

Pravin Makwana

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!