GSTV
Home » News » સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવ ગબડયા : બંધ બજારે ડોલરમાં ઉછાળો

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવ ગબડયા : બંધ બજારે ડોલરમાં ઉછાળો

મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે  જોકે વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુઓના ભાવ ઝડપી  ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં  ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં  સોનામાં  ફંડવાળા વેચવા નિકળ્યા હતા. વિશ્વ બજારમાં  ડોલર ઉછળતાં ઘરાંગણે આજે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે બંધ બજારે ડોલરના ભાવ ઉછળ્યાની ચર્ચા બજારમાં  સંભળાઈ હતી.

આજે  ડોલરના ભાવ રૂ.૭૧.૭૦થી ૭૧.૭૧ વાળા ઉછળી ઉંચામાં  રૂ.૭૨.૦૧થી ૭૨.૦૨  બોલાયા પછી સાંજે  ભાવ ૭૧.૯૧થી ૭૧.૯૨ બોલાઈ રહ્યા હતા.  દરમિયાન વિશ્વ બજારમાં આજે  સોનાના ભાવ ઔંશના ૧૫૧૫થી ૧૫૧૫.૫૦ ડોલર વાળા ગબડી નીચામાં  ભાવ ૧૫૦૦ ડોલરની અંદર ઉતરી ૧૪૮૬.૮૦ થઈ સાંજે ભાવ ૧૪૯૧.૫૦થી  ૧૪૯૧.૫૫ ડોલર રહ્યાના સમાચાર હતા.

મુંબઈ બજારમાં  આજે સોનાના ભવા જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૮૨૬૯ વાલા રૂ.૩૭૯૪૫તી ૩૭૯૫૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૪૨૩ વાળા રૂ.૩૮૦૭૫થી ૩૮૧૦૦ રહ્યા હતા જ્યારે  જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા ઉંચા રહ્યા હતા.

Read Also

Related posts

ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા જૂનાગઢ અને રાજકોટના વિદ્યાર્થીઓ આવ્યા પરત, પરિવારે લીધો રાહતનો શ્વાસ

Mansi Patel

બનાસકાંઠામાં વાવના ચાદરવા ગામની કેનાલ થઈ ઓવરફ્લો, ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન

Mansi Patel

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!