GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવનાએ ડોલર ઉંચકાયો, સોના-ચાંદીમાં નોંધાયો ઘટાડો

મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ વધ્યા મથાળેથી ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ઉંચકાતા સોનામાં ઉછાળે ફંડવાળાની વેચવાલી નિકળ્યાના સમાચાર હતા. ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલ થવાનો આશાવાદ ફરી વધતા વિશ્વ બજારમાં ડોલર ઊંચો ગયો હતો. આજે સોનાના ભાવ નીચા ઉતર્યા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૪૭૧.૨૦  ડોલરવાળા ઘટી સપ્તાહના અંતે ભાવ ૧૪૬૨.૫૦થી ૧૪૬૩ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૧૭.૧૮ ડોલરવાળા ઘટી સપ્તાહના અંતે ૧૭.૦૦થી ૧૭.૦૫ ડોલર રહ્યા હતા. દરમિયાન ઘર આંગણે આજે કરસન્સી બજારમાં  બંદ બજારે ડોલરના ભાવ રૂા. ૭૧.૭૨થી ૭૧.૭૩ વાળા રૂ. ૭૧.૭૬ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજાર આજે નરમ રહી હતી. મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૩૮૧૫૭ વાળા રૂા. ૩૮૦૫૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂા. ૩૮૩૧૦ વાળા રૂ. ૩૮૨૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકતા ઊંચા રહ્યા હતા. 

દરમિયાન મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના .૯૯૯ના જીએસટી વગર રૂ. ૪૫૦૦૦ વાળા રૂ. ૪૪૬૫૦ રહ્યા હતા. જ્યારે કેશમાં ભાવ આભાવથી રૂ. ૧૦૦૦થી ૧૧૦૦ ઊંચા રહ્યા હતા. સામે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઊંચા રહ્યા હતા.

વિશ્વ  બજારમાં પ્લેટિનમના ભાવ ઝડપી આશરે અઢી ટકા ગબડી ઔંશના ભાવ ૯૦૦ ડોલરની અંદર ઉતરી ૮૯૨.૭૦થી ૮૯૨.૮૦ ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડિયમના ભાવ ઊંચા જઈ છેલ્લે ૧૭૭૬.૪૦ ડોલર રહ્યા હતા. દરમિયાન ક્રૂડ તેલના ભાવ એકથી સવા ટકો ઘટી છેલ્લે ભાવ બેરલના બ્રેન્ટ ક્રૂડના ૬૩.૩૫થી ૬૩.૪૦ ડોલર રહ્યા હતા. 

જ્યારે ન્યુ યોર્કના ભાવ ૫૭.૭૫ થી ૫૭.૮૦ ડોલર રહ્યા હતા. ઓપેકના દેશો તથા રશિયાની મીટિંગ પાંચમી ડિસેમ્બરે મળવાની છે. તેમાં ઉત્પાદન કાપની મુદત ત્રણ મહિના લંબાવવા નિર્ણય કરાશે. એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. અને જો આમ થશે તો આગળ ઉપર ક્રૂડ તેલના ભાવ ફરી ઊંચા જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન કોપરના ભાવ આંચકા પચાવી ફરી ઊંચકાતા ન્યુ યોર્ક કોપર વાયદો સપ્તાહના અંતે ૦.૬૫થી ૦.૭૦ ટકા પ્લસમાં રહ્યો હતો. ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાની શક્યતા વધતાં કોપરના ભાવ વિશ્વ બજારમાં વધી આવ્યા હતા. અમેરિકામાં જોબલેસ ક્લેઇમ્સ બે લાખ ૨૭ હજાર આવ્યા છે. આવા બેરોજગારીના દાવાઓ વધી પાંચ મહિનાની ટોચે રહ્યા છે. એ જોતા ત્યાં જોબ માર્કેટની સ્થિતિ નબળી મનાઈ રહી છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, 50 લાખથી વધુ કાર્યકરો જોડાશે

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah

ડીસા ખરીદ વેચાણ સંઘનો વધુ એક વિવાદ આવ્યો સામે, મગફળીનું બારોબાર વેચાણ થયું હોવાનો ખેડૂતોના આક્ષેપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!