GSTV

ખુશખબરી/ આજે ફરી એક વાર સસ્તુ થયું સોનુ, ફટાફટ જાણી લો ભાવ, 8000 સુધીનો થશે ફાયદો

કોરોના વેક્સીનને લઈને સતત આવી રહેલી સારી ખબરોને વચ્ચે સોનાની કિંમતોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શુક્વારે 10 ગ્રામ સોનાની કિમત 48,185 રૂપિયા પર આવી ગયો છે. તો વળી એક કિલોગ્રામ ચાંદીની કિંમત ઘટીને 60 હજાર રૂપિયા પર આવી ગઈ છે. વેપારીઓનું કહેવુ છે કે, ઓગસ્ટના રેકોર્ડ ઉંચાઈ સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

ગુરૂવારે એમસીએક્સ પર સોનાના ભાવ 48,600 રૂપિયા પ્રતિ દશ ગ્રામ પર આવી ગયો હતો. 7 ઓગસ્ટે સોનાનો ભાવ 56,200 રૂપિયાના રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયો હતો. લગભગ ચાર મહિના બાદ ઝડપથી વધી રહેલા ભાવમાં હવે ઘટાડો નોંધાયો છે. લગ્ન પ્રસંગો માટે પણ સોનાની ખરીદી રહી છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ સોનાની માગ વધી રહી છે. કિંમતોમાં ઘટાડો થતા ગ્રાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

સોનાના નવા ભાવ-

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાના ભાવ 43 રૂપિયા ઘટીને 48,142 પર આવી ગયો છે. આ અગાઉ ગુરૂવારે દિવસભરના વેપાર બાદ તે 48,185 પર બંધ થયો હતો.

ચાંદીના નવા ભાવ-

એચડીએફસી સિક્યોરિટી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ દિલ્હીની બજારોમાં ચાંદી 36 રૂપિયા સસ્તુ થયુ છે. જે બાદ તેની કિંમત 59,250 પ્રતિ કિલોગ્રામના સ્તરે આવી ગઈ છે. આ અગાઉ સોમવારે ચાંદીનો ભાવ 59,286 રૂપિયા પ્રતિકિલોગ્રામ પર બંધ થઈ હતી.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!