મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજારના સમાચાર ઝડપી તેજી બતાવતા હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હતી. અમેરિકામાં વ્યાજ વૃધ્ધિમાં હવે પછી આક્રમકતા ધીમી પડવાના સંકેતો વહેતા થતાં વિશ્વબજારમાં ડોલરમાં તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડો થતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૬૧થી ૧૭૬૨ ડોલરવાળા ઉછળી ૧૭૮૫થી ૧૭૮૬ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૨૧.૫૫થી ૨૧.૫૬ વાળા ૨૨.૪૦ થઈ ૨૨.૨૬થી ૨૨.૨૭ ડોલર રહ્યા હતા.
વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરીબજારમાં આજે તેજીનો પવન ફૂંકાતો થયો હતો. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૪૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૪૮૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૬૩ હજારને આંબી ગયા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૨૦થી ૧૦૨૧ વાળા વધી ૧૦૪૬ થઈ ૧૦૩૫થી ૧૦૩૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૮૯૧થી ૧૮૯૨ ડોલરવાળા વધી ૧૯૨૩ થઈ ૧૮૯૬થી ૧૮૯૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૫થી ૦.૫૦ ટકા ઉંચકાયા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ આજે ઝડપી વધી આવ્યાના સમાચાર હતા.

દરમિયાન, વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ આજે ન્યુયોર્ક ક્રૂડના બેરલના ૭૯.૯૫ વાળા ઉંચામાં ૮૧.૮૩ થઈ ૮૧.૫૨ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૮૪.૮૪ વાળા ઉંચામાં ૮૮.૨૯ થઈ ૮૭.૯૮ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલમાં ચીનની માગ વધવાની આશા સામે શોર્ટ સપ્લાય વચ્ચે ભાવ ફરી ઉંચકાતા જોવા મળ્યા હતા. ક્રૂડ પાછળ સોનુંમાં પણ તેજીને પીઠબળ મળ્યું હતું.
કોપર વધતાં ચાંદીના ભાવ પર પણ પોઝીટીવ અસર પડી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૨૫૬૬ વાળા વધી રૂ.૫૨૯૬૮ જ્યારે ૯૯.૯૦ના રૂ.૫૨૭૭૭ વાળા રૂ.૫૩૧૮૧ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૧૯૦૦ વાળા ઉછળી રૂ.૬૩૬૮૩ થઈ રૂ.૬૩૨૦૩ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત