GSTV

તેજીના વમળમાં આવ્યો મોટો કડાકો, વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા

દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મ તથા જન્માષ્ટમીનો માહોલ સર્જાયો છે તેવા વખતે ઝવેરીબજારમાં તેજીની મટકી જાણે ફૂટી ગઈ હોય એવું હવામાન બજારમાં આજે જોવા મળ્યું હતું. વિશ્વબજારમાં આજે સોનાના ભાવમાં અભૂતપૂર્વ કડાકો બોલાઈ જતાં ભાવ ગબડી જોતજોતામાં ઔંશના 2000 ડોલરની અંદર ઉતરી જતાં વૈશ્વિક ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.  વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ.1600 તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.2500 ગબડયા હ તા. કોરોના ઉપદ્રવના માહોલમાં રશિયાથી વહેતા થયેલા નિર્દેશો મુજબ ત્યાં વેક્સીન શોધાઈ રજીસ્ટર્ડ થઈ તેનો વપરાશ શરૂ કરાયાના સમાચાર બહાર આવતાં વિશ્વબજારમાં સોનામાં ઉંચા મથાળે ફંડવાળાની તથા મની મેનેજરોની વ્યાપક વેચવાલી નિકળી હતી. કોરોના વેકસીનના નિર્દેશોએ વૈશ્વિક સ્તરે આજે શેરબજારો ઉંચકાયા હતા સામે સોનાના ભાવ ઝડપી તૂટી ગયા હતા.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ રૂ.1600 ગબડ્યા

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ રૂ.1600 ગબડી 10 ગ્રામના 95.50ના રૂ.55700 તથા 99.90ના રૂ.55900 બોલાયા હતા  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.2500 તૂટી રૂ.70000 બોલાયા હતા. ચાંદી વાયદા બજારમાં મોડી સાંજે ભાવ રૂ.70 હજારની અંદર જતા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ એક ઔંશના 2031 ડોલરના મથાળેથે વેગથી નીચા ઉતરી 2000 ડોલરની અંદર ઉતરી મોડી સાંજે ભાવ 1950થી 1955 ડોલર બોલાતા થયાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ આશરે 80 ડોલર તૂટી જતાં ટૂંકા ગાળાનો આવો મોટો ભાવ કડાકો ઘણા સમય પછી જોવા મળ્યો હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં સોનું 80 ડોલર તૂટી 2000 ડોલરના અંદર

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના 28.25થી 28.30 ડોલરથી ગબડી આજે મોડી સાંજે 27 ડોલર નજીક જતા રહ્યા હતા. સોના તથા ચાંદી ગબડતાં વિશ્વબજારમાં આજે પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી કિંમતી ધાતુઓના ભાવમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો. રશિયામાં વેક્સીનના સમાચાર ઉપરાંત અમેરિકાથી વહેતા થયેલા સમાચાર મુજબ ત્યાં કોરોનાથી અસરગ્રસ્ત અર્થતંત્રને પીઠબળ આપવા ટ્રમ્પ સરકાર કેપીટલ ગેઈન ટેક્સમાં રાહત આપશે એવા સંકેતો મળતાં વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તળીયેથી ઉંચકાયો હતો અને તેના પગલે સોનામાં ભાવમાં મંદીનો કડાકો બોલાઈ ગયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. પ્લેટીનમ ગબડી ઔંશના નીચામાં 950 ડોલર નજીક જ્યારે પેલેડીયમના ભાવ તૂટી નીચામાં 2135 ડોલર સુધી ઉતરી ગયા હતા.

સોના તથા ચાંદી ગબડતાં વિશ્વબજારમાં આજે પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી કિંમતી ધાતુઓના ભાવમાં પણ મંદી

તહેવારોની મોસમમાં ઝવેરીબજારમાં ભાવ નીચા ઉતરતાં હવે મોસમી માગ નિકળવાની આશા પણ બજારને અમુક વર્ગ બતાવી રહ્યો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ નીચામાં 1980 ડોલરની અંદર જતાં હવે 1920 ડોલર સુધીના ભાવ જોવા મળશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

અમદાવાદ ઉપરાંત,મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, કલકત્તા સહિતના વિવિધ શહેરોમાં આજે ઝવેરીબજારોમાં મંદીનો માહોલ છવાયેલો રહ્યો હતો. સોના- ચાંદીના વાયદા બજારમાં વૈશ્વિક સ્તરે તેજીવાળાની પોઝીશન ઘટવા માંડી છે. એવા નિર્દેશો પણ મળ્યા હતા. વૈશ્વિક સ્તરે સોનાના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં સોનાના હોલ્ડીંગમાં વૃધ્ધિ અટકી પીછેહટ શરૂ થવાની ગણતરી વિશ્વબજારના સૂત્રો હવે બતાવતા થયા છે.

READ ALSO

Related posts

વકીલનો દાવો, સુશાંતનું મોત ગળુ દબાવવાથી થયું હતું, AIIMS કહે છે હજી તપાસ પૂરી થઈ નથી

Mansi Patel

કોરોના વેક્સીન પહેલા અનોખો જીવ મળી આવ્યો, વાયરસને પણ ગળી જવાની છે તાકત

Dilip Patel

મોદીના યુગમાં 3 ઓટો કંપનીઓ બંધ, ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરશે આ ફેમસ બ્રાંડ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!