GSTV

સોનું-ચાંદી દરરોજ તોડી રહ્યા છે પોતાના જ રેકોર્ડ, આજના ભાવ જાણી બોલી ઉઠશો ‘ઓ બાપ રે….’

સોનું-ચાંદી

દેશના ઝવેરીબજારોમાં આજે પણ રેકોર્ડ તેજીની ચાલ એકધારી આગળ વધતી જોવા મળી હતી અને તેના પગલે નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. મુંબઈ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર વધી એક તબક્કે કિલોદીઠ રૂ.76 હજાર બોલાયા હતા તથા ત્રણ ટકા જીએસટી ગણતાં ભાવ ઉંચામાં રૂ.78 હજાર થઈ જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. આ પૂર્વે ચાંદીના ઉંચા ભાવ 2011માં રૂ.77 હજારના થયા હતા એ જોતાં આજે સોના પછી ચાંદીના ભાવમાં પણ જૂનો રેકોર્ડ તૂટી નવો રેકોર્ડ સર્જાયાનુ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, દેશમાં આજે સોનાના ભાવ પણ વધુ વધતા 10 ગ્રામના રૂ.58 હજારની સપાટીને આંબી ગયા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુતથા ભાવ આજે ઉંચા ગયા હતા.

વૈશ્વિક સ્તરે સોના- ચાંદીના ભાવ ઉંચા મથાળે ઝડપી ગબડ્યાના સમાચાર

જોકે ત્યારબાદ વિશ્વબજારમાં મોડી સાંજે અમેરિકામાં જોબગ્રોથના આંકડા બહાર પડ્યા પછી વૈશ્વિક સ્તરે સોના- ચાંદીના ભાવ ઉંચા મથાળે ઝડપી ગબડ્યાના સમાચાર મળ્યા છે એ જોતાં દેશના ઝવેરીબજારોમાં શનિવારે (આજે) સોના- ચાંદીના ભાવ ઉંચી ટોચ પરથી ગબડવાની શક્યતા બજારના જાણકારો મોડી સાંજે બતાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામદીઠ વધુ રૂ.300 વધી 99.50ના રૂ.57800 તથા 99.90ના રૂ.58000 બોલાયા હતા.

સોનું-ચાંદી

આજે સોના ચાંદીના ભાવ

મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના જીએસટી સાથે ઉંચામાં રૂ.78 હજાર થયા પછી સાંજે રૂ.77 હજાર રહ્યા હતા. સોના- ચાંદીની બજાર શનિવારે (આજે) આ ભાવથી તૂટવાની ગણતરી જાણકારો મોડેથી બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના એક ઔંશના ભાવ 2058 ડોલરથી વધી ઉંચામાં 2072 ડોલર થયા પછી ભાવ મોડી સાંજે ઉંચેથી ઝડપી ગબડી 2031 ડોલર થઈ 2033 ડોલર બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ પણ ઔંશના 28.11 ડોલરથી ઉછળી ઉંચામાં ભાવ 29.80થી 29.81 ડોલર થયા પછી મોડી સાંજે આજે ભાવ તૂટી જવામાં 27.60થી 27.65 ડોલર બોલાવા માંડતા બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

ભાવમાં આવી મોટી અફડાતફડી અગાઉ ક્યારે જોવા મળી નથી

ભાવમાં આવી મોટી અફડાતફડી અગાઉ ક્યારે જોવા મળ્યા નથી એવું બજારના પીઢ વેપારીઓએ જણાવ્યું હતું. વિશ્વબજારની મોડી સાંજનો કડાકો જોતાં ઘરઆંગણે હવે ઝવેરીબજારોમાં ઉંચા ભાવથી ઝડપી ઘટાડો જોવા મળશે એવી ગણતરી વેપારીઓ બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં જુલાઈનો જોબગ્રોથ આજે જાહેર થયો હતો અને આ આંકડા 18 લાખ નવા જોબનું સર્જન થયાનું બતાવતા હતા જ્યારે આની સામે આ આંકડાની અપેક્ષા 15 લાખની રખાતી હતી.

સોનું-ચાંદી

મોડી સાંજે ઝડપી ઘટાડાની અસર જોવા મળી

આમ અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષાથી સારા આવતાં વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચો જતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉંચા મથાળે ફંડવાળાની વ્યાપક વેચવાલી શરૂ થયાના સમાચાર મળ્યા હતા ત્યાં બેરોજગારી અને દર જૂનમાં જે 11.10 ટકા હતો તે જુલાઈમાં ઘટી 10.20 ટકા આવ્યાના નિર્દેશોની પણ વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવ પણ આજે મોડી સાંજે ઝડપી ઘટાડાની અસર જોવા મળી હતી. વિશ્વબજારમાં સોના- ચાંદી પાછળ પ્લેટીનમના ભાવ ગબડી મોડી સાંજે ઔંશદીઠ 949 ડોલર તથા પેલેડીયમના ભાવ ગબડી મોડેથી 2134થી 2135 ડોલર બોલાઈ રહ્યા હતા. ઘરઆંગણે ચાંદીની ટેરીફ વેલ્યુ વધારાતાં તેની અસર પણ આજે બજારમાં જોવા મળી હતી.

Read Also

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!