GSTV
Home » News » સોનાના ભાવમાં ધરખમ વધારો, ચાંદીમાં 400નો વધારો, જાણો શું છે કારણ

સોનાના ભાવમાં ધરખમ વધારો, ચાંદીમાં 400નો વધારો, જાણો શું છે કારણ

મજબૂત વૈશ્વિક વલણ અને સ્થાનિક જ્વેલરી વેપારીઓની ખરીદી વધવાથી દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમત 250 રૂપિયા વધી 10 ગ્રામ દીઠ 30,900 રૂપિયા પર પહોંચી છે. ઔદ્યોગિક એકમો અને સિક્કાના ઉત્પાદકોનું દબાણ વધવાથી ચાંદીની કિંમત પણ 400 રૂપિયા મજબૂત થઈ કિલોગ્રામ દીઠ 38,250 રૂપિયા પર પહોંચી છે.

ગઈકાલના વ્યાપારમાં સોનામાં 30 રૂપિયાનો વધારો થયો હતો. જોકે, 8 ગ્રામ વાળી લગડી પ્રતિ એકમે 25,500 રૂપિયા પર સ્થિર રહીં. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી હતી. ચાંદી અત્યારે 400 રૂપિયા ઉછળી કિલોગ્રામ દીઠ 38,250 રૂપિયા અને અઠવાડિક ડિલીવરી 380 રૂપિયા વધી કિલોગ્રામ દીઠ 37,000 રૂપિયા રહીં હતી. જોકે, ચાંદીના સિક્કાની ખરીદી અને વેચાણની કિંમત અનુક્રમે સો દીઠ 72,000 રૂપિયા અને 73,000 રૂપિયા રહીં.

“રક્ષાબંધન” પહેલા સ્થાનિક ઝવેરીઓ અને રીટેઈલર્સની અવિરત ખરીદીથી સોનાની કિંમતમાં તેજી રહીં. રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાવાળું સોનુ અનુક્રમે 25-250 રૂપિયા વધી 10 ગ્રામ દીઠ 30,900 રૂપિયા અને 30,750 રૂપિયા રહ્યું.

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!