વિશ્વના ખૂણે ખૂણેથી ભારત પર થયેલા મોટા ભાગના ઐતિહાસિક આક્રમણો જાહોજલાલીને લૂંટવા માટેના હતા. અમેરિકા ખંડનો શોધક ક્રિસ્ટોફર કોલંબસ સોનાની શોધમાં ભારત આવવા ઇચ્છૂક હતો પરંતુ રસ્તો ભટકી જતા અકસ્માતે અમેરિકા પહોંચી ગયો હતો. ઇસ 1729માં ઇરાનના નાદિરશાહે ભારતમાંથી એટલું સોનું લૂંટયું હતું કે ત્રણ વર્ષ સુધી ઇરાનની પ્રજાએ રાતી પાઇ જેટલો પણ ટેકસ ભરવો પડયો ન હતો.

જો કે એવું નથી આજે પણ ભારતીયો સોનાની બાબતમાં સમૃધ્ધ છે. ભારતમાં સોનું એ માત્ર આર્થિક નહી સામાજિક જરુરીયાત અને રીતરિવાજોનો પણ એક ભાગ છે. સોનુ વારસામાં મળતી પૈતૂક સંપતિનો પણ એક હિસ્સો છે. સોનુએ સંકટ સમયની સાંકળ અને ભૂખ્યાનું ભાથુ ગણવામાં આવે છે. ભારતના પ્રસિધ્ધ મંદિરો પણ સોનાના આભૂષણો અને ચડાવામાં આવતા કિંમતી દાગીનાઓના કારણે કરોડોની સંપતિમાં આળોટે છે. ભારતીયો સોનુ ધરાવે છે એટલું સોનું તો અમેરિકા,ચીન સહિતના 8 મોટા દેશોની સેન્ટ્રલ બેંક પણ ધરાવતી નથી.
એક માહિતી મુજબ ભારતના લોકો પાસે 22500 ટન સોનું છે. આ સોનાની કિંમત 1.4 ટ્રિલિયન એટલે કે 107 લાખ કરોડ આસપાસ થાય છે. સોનાની આ રકમ ભારતના જીડીપીના 45 ટકા જેટલી છે. 2021-22માં ભારતનો જીડીપી 232.15 લાખ કરોડ રુપિયા થતો હતો. ભારતીય મહિલાઓ જેટલું સરેરાશ સોનું ધરાવે છે એટલું દુનિયાના કોઇ દેશની સરેરાશ મહિલાઓ ધરાવતી નથી.

ભારતમાં સોનાની જરુરીયાત કરતા ઉત્પાદન ઘણું ઓછું
વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી મુજબ મુજબ અમેરિકાની સેન્ટ્રલ બેંક પાસે 8133.47 ટન સોનું રિઝર્વ છે. બીજા નંબરે જર્મની પાસે 3358.50 ટન, રશિયા પાસે 2301.64 ટન અને ચીન પાસે 1948.31 ટન સોનું છે. ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 760. 40 ટન સોનાનો ભંડાર છે.
ભારતમાં સોનાની જેટલી જરુરીયાત છે તેટલું સોનાનું ઉત્પાદન થતું નથી આથી સોનાની આયાત કરે છે. 2020માં ભારતમાં 1.6 ટન સોનાનું ઉત્પાદન થયું હતું જયારે 651.24 ટન આયાત કરવું પડયું હતું. ચીન પછી દુનિયામાં સૌથી વધુ સોનાની માંગ ભારત ધરાવે છે.
Read Also
- wrestlers-protest: કુશ્તીબાજોને મોટો આંચકો, પહેલવાન સાક્ષી મલિક બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનમાંથી અલગ થઈઃ રેલવેમાં જોબ પર થઈ ગઈ હાજર
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના વીમાને તરત ક્લેમ કરશે LIC, હેલ્પલાઇન નંબર જારી, આપવા પડશે આ દસ્તાવેજો
- આ 3 છોડને સૂકવવાથી ધનની હાનિ થાય છે, સુખ-શાંતિનો નાશ થાય છે
- Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે
- શરીરના આ ભાગો પર ગરોળી પડવી ખૂબ જ શુભ અને ફળદાયી