GSTV

લગભગ 8000 રૂપિયા સસ્તું થશે Gold / ટૂંક સમયમાં કિંમત થઇ હશે 60000ને પાર, જાણો શું છે ભાવ

Last Updated on July 20, 2021 by Pritesh Mehta

જો તમે સોનુ (Gold) ખરીદવાનું અથવા સોના(Gold)માં રોકાણ કરવાનું મન બનાવી રહ્યાં છો તો એક વખત આ આર્ટિકલ ધ્યાનથી વાંચી લેજો. ભારતીય બજારોમાં મંગળવારે સોના(Gold)ના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. આજના વધારા બાદ સોનાના ભાવ છેલ્લા એક મહિનાની સર્વોચ્ચ સપાટીએ આવી ગયો છે, એનસીએક્સ પર નજર કરીયે તો સોના(Gold)ની વાયદા કિંમત 0.38% એટલે કે રૂપિયા 185નો વધારો થઈને 48, 278 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો.જયારે ચાંદી 0.28% એટલે કે 188 રૂપિયા વધીને 67 લાખ 434 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો.

સોનુ

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020માં સોનાની કિંમત પોતાની ટોચની સપાટીએ પહોંચી ગઈ હતી. તેની સમરખામણીમાં એઓ એમસીએક્સ પર આજે સોનુ 48278 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બિઝનેસ કરી રહ્યો છે.તેનો અર્થ છે કે સોનુ પોતાની ટોચની સપાટીથી 7922 રૂપિયા સસ્તો ગ્રાહકોને મળી રહ્યો છે.

સોનુ

24 કેરેટ સોનાનો ભાવ: મંગળવારે 24 કેરેટ સોનાનાં ભાવ પર નજર નાખીયે તો રાજધાની દિલ્હીમાં 51,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. તો ચેન્નાઈમાં 49560 રૂપિયા, મુંબઈમાં 48040, કોલકાતામાં 50300રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે સોનાની કિંમત છે.

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા:

જણાવી દઈએ કે જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા અંગે નથી જાણતા તો જણાવી દઈએ કે તેના માટે સરકાર તરફથી એક એપ શરૂ કરવામાં આઈ છે. BIS Care App દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. આ એપ દ્વારા માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલી ઘણી ફરિયાદો પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક પોતાની ફરિયાદ અહીં કરી શકે છે. આ એપનો ઉપયોગ કરીને તુરંત જ ગ્રાહકને ફરિયાદ નોંધાવવાની જાણકારી પણ મળે છે.

Gold

સોનાની કિંમતને લઈને નિષ્ણાતોનો મત

બજારના જાણકારોની માણીયે તો આ વર્ષના અંત સુધી સોનાની કિંમતે પોતાના જ પાછળ રેકોર્ડ તોડી દીધા છે અને સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ થાય કે રોકાણકારો 6 મહિનાના સમય અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરી ફાયદો મેળવી શકે છે. જો સોનામાં રોકાણી વાત કરીયે તો ગત વર્ષે સોનાએ 28% રિટર્ન આપવાનું કામ કર્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરવા ઇચ્છીએ છીએ તો સોઉ હજુ પણ રોકાણ માટે સુરક્ષિત અને સારો વિકલ્પ માનવામાં આવે છે.તેમાં પૈસા રોકવાથી તમને શાનદાર રિટર્ન મળવાની આશા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Zainul Ansari

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!