GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સોનાની ખરીદી કર્યા પછી તેના વેચાણ કરવા પર લાગુ પડે છે કરવેરો, શું છે તમને ખબર છે?

કોરોના

સોનાના ભાવ 10 ગ્રામદીઠ 47 હજાર રૂપિયાની નજીક પહોંચી ગયા છે. વળી શેરબજારમાં મોટા પાયે વધઘટ ચાલુ છે એટલે રોકાણકારો ‘સુરક્ષિત રોકાણનું માધ્યમ’ ગણાતા સોનામાં રોકાણ કરવા તરફ વધારે વળ્યાં છે. પણ ઘણા બધા લોકોને એ ખબર નથી કે, સોનું ખરીદીને પછી એનું વેચાણ કરવાથી એના પર કરવેરો લાગે છે. આવકવેરા વિભાગે આ સંબંધમાં ઘણા નિયમો બનાવ્યાં છે.

ડિજિટલ ગોલ્ડને મુક્તિ, ફિઝિકલ ગોલ્ડ પર કરવેરો

જોકે આ નિયમ ફક્ત દુકાનમાંથી ખરીદેલા સોના પર જ લાગુ થશે. જો કોઈ વ્યક્તિ ડિજિટલ ગોલ્ડ ખરીદશે તો એના પર આ નિયમ લાગુ થતો નથી. એક કરવેરા અને રોકાણકાર સલાહકારે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, ગોલ્ડ જ્વેલરીને કેપિટલ એસેટ ગણવામાં આવે છે અને એના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે. બીજી તરફ આ ગોલ્ડનું વેચાણ કરનાર સોનીની આ પ્રોફેશનલ આવક ગણવામાં આવે છે. જે લોકો ખરીદવામાં આવેલા સોનાને 36 મહિના રાખ્યા પછી એનું વેચાણ કરવાથી 20.80 ટકા કરવેરો ભરવો પડે છે. એનાથી ઓછા સમયમાં વેચાણ કરવાથી એમાંથી થતી વાસ્તવિક આવક પર જ કરવેરો લાગુ પડે છે.

ગિફ્ટમાં મળેલા સોના પર કરવેરો

જો કોઈ વ્યક્તિને ગોલ્ડ જ્વેલરી ગિફ્ટ સ્વરૂપે મળે અને એનું સંપૂર્ણ મૂલ્ય આખા વર્ષમાં 50 હજાર રૂપિયાથી ઓછું થઈ જાય તો એને કોઈ પણ પ્રકારનો કરવેરો ચુકવવો પડતો નથી. બીજી તરફ 50 હજાર રૂપિયાથી વધારે કિંમત ધરાવતી ગિફ્ટ સ્વરૂપે પ્રાપ્ત થતા સોના પર કરવેરો ભરવો પડે છે.

કોને છૂટછાટ મળે?

જો કોઈ વ્યક્તિને એના માતાપિતા કે ભાઈ-બહેન પાસેથી ગોલ્ડ ગિફ્ટમાં મળે, તો એના પર છૂટ મળે છે. બીજી તરફ લગ્ન સમયે પ્રાપ્ત સોના પર તમામ પ્રકારની મુક્તિ મળે છે. સાથે સાથે વસિયતમાં પ્રાપ્ત સોના પર જ છૂટ મળે છે. આ પ્રકારના સોનાનું વેચાણ કરવાથી પ્રાપ્ત ફાયદા પર કેપિટલ ગેઇન ટેક્સ ચુકવવો પડશે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!