GSTV

હોલમાર્કિંગ/ 1 જૂનથી સોનાની ખરીદીમાં નવા નિયમો પણ 24 કેરેટ સોનું બાકાત, સરકાર સામે વિરોધનો વંટોળ

સોના

Last Updated on May 13, 2021 by Pritesh Mehta

સરકાર દ્વારા આગામી તા. ૧ જૂનથી અમલી બનાનાર ગોલ્ડ હોલમાર્કિંગના નિયમમાં માત્ર ૧૪, ૧૮ અને ૨૨ કેરેટમાં જ હોલમાર્કિંગના નિર્ણયથી જ્વેલર્સોમાં નારાજગી ફેલાઈ છે. ઉપરાંત હોલમાર્કિંગ સેન્ટરનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરાયું નથી. આમ છતાં ય સરકાર આ યોજનાના અમલની સમયમર્યાદા લંબાવવા ચોખ્ખી ના પાડી રહી છે.

સોનું હોલમાર્કિંગ

આગામી તા. ૧ જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ અમલી બનશે તે પછી ગ્રાહકો ૨૨ કેરેટથી વધુ શુધ્ધ સોનાના દાગીના ખરીદી શકશે નહીં. તેની પાછળનું મુખ્ય કારણ છે સરકારી નિયમ. સરકાર શા માટે ૨૩ અને ૨૪ કેરેટ સોનાનું હોલમાર્કિંગથી કેમ બાકાત રાખવા માંગે છે તે સમજાતું નથી. જ્વેલર્સોના જણાવ્યા મુજબ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો જ્યારે ઘરેણાંની ખરીદી કરતા હોય છે. ત્યારે તેઓ ૨૪ કેરેટ દાગીના પસંદ કરતા હોય છે.

આમ, સરકારના આ નિર્ણયથી જ્વેલર્સોમાં નારાજગી પ્રર્વતી રહી છે. સરકાર આ નવા નિયમના અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. પરંતુ હાલ આ અંગેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઉપલબ્ધ નથી. આમ, આ બે મુદ્દાઓને લઇને જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ નિયમોના પગલે તેમના બિઝનેસ પર અસર થવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી હતી.

સોનુ

દેશના વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં જ્વેલર્સોની સંખ્યા હજારોમાં છે. તેની સામે ઓછા હોલમાર્કિંગ સેન્ટર જ ઉપલબ્ધ છે. આમ, સરકારે પહેલાં આ ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવાની જરૂર છે. જો હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા ઓછી હશે તો ઝડપથી કાર્ય પૂર્ણ કરવામાં શુધ્ધતા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થશે. દરમિયાન હોલમાર્કિંગ મુદ્દે ઓલ ઇન્ડિયા જેમ્સ-જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાતા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ દ્વારા હાલ કોઈ પગલાં નહીં ભરવા સરકારને જણાવ્યું છે. આ મુદ્દે આગામી ૧૪મી જૂને વધુ સુનાવણી થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દમનકારી કાયદો/ ફરી જોવા મળ્યો તાલિબાનોનો ‘ક્રૂર ચહેરો’, અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા ફરમાન

Bansari

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!