GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સોનાની ખરીદી કરતાં વેચાણ વધ્યું, રાજકોટમાં સોની બજાર મંદીમાં સપડાયું

રંગીલા રાજકોટના સોની બજારમાં વેચાતા ઘરેણા અને તેની ડિઝાઈન દેશ વિદેશમાં જાણીતી છે. રોજના કરોડો રૂપિયાનુ ટર્ન ઓવર ધરાવતા રાજકોટના સોની બજારમાં હાલ મંદીનો માહોલ છે. સોનાના ભાવ વધતા લોકો સોનુ ખરીદવા કરતા વેચવા વધુ આવી રહ્યા છે. જ્યારે વતનમાં ગયેલા કારીગરો પણ પરત ફર્યા નથી. એક સમય હતો કે સોનાની ખરીદીની વાત આવે ત્યારે રાજકોટની સોની બજારનું નામ લોકમુખે હતુ. રાજકોટના સોની બજારમાં બંગાળી કારીગરોની બોલબાલા હતી. પરંતુ હવે ચિત્ર સાવ ઉલટુ છે.

હાલ નાના મોટા વેપારીઓ વેચાણ નથી કરતા એટલે નવા ઘરેણા પણ બનાવવાના ઓર્ડર મળતા નથી. એક અંદાજ પ્રમાણે 30 ટકા બંગાળી કારીગરો પોતાના વતન જતા રહ્યા છે. દિવાળીના તહેવારો અને લગ્નસરાની સિઝન હોવા છત્તા હજુ બજારમાં ઘરાકી જોવા મળતી નથી. સોનાનો ભાવ 40 હજારની આસપાસ પહોંચી ચૂક્યો છે. આટલા ઉંચા ભાવે લોકો સોનું ખરીદવા કરતા વેચી વધુ રહ્યા છે. તો બીજી તરફ કારીગરો વેપારીઓના રૂપિયા અથવા તો ઘરેણા લઈને રફ્ફુચક્કર થઈ જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. બુલિયન એક્સપર્ટના મતે મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવ હજૂ પણ વધી શકે છે. ત્યારે એક સમયનું રંગીલા રાજકોટનું સોની બજાર કદાચ બેરંગી બને તો પણ નવાઈ નહિ.

ઉદ્યોગ વિશે માહિતી

રાજકોટની સોની બજાર દૂનિયાના મોટા ભાગના દેશોમાં સોનું સપ્લાય કરે છે. પરંતુ ઈન્ડિય કરન્સી દૂનિયાના 4થી5 દેશોમાં બંધ થઈ જતા સોની બજાર પર પણ તેની અસર જોવા મળી. લોકો નવુ સોનું ખરીદવાનો બદલે જૂનુ સોનું વેચવા લાગ્યા છે. મંદીના માર વચ્ચે વેપારીઓને સીધી અસર થઈ છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલાક વેપારીઓ પોતાનો ધંધો બંધ કરીને બીજા ધંધા તરફ વળ્યા છે.

સોની બજારમાં

30 ટકા બંગાળી કારીગરો પોતાના વતન જતા રહ્યા છે. અન્ય વસ્તુમાં જે ભાવ વધવો જોઈએ તે રિતે સોના-ચાંદીના ભાવમાં વધારો નથી થયો છતાં પણ લોકો ભાવ વધારો થયો તેવું કહી રહ્યા છે. મંદી નો માર વેપારીઓને સીધી જ અસર કરે છે. બજારમાં રૂપિયા નથી ફરતા તેના કારણે વેપારીઓ સ્ટોક નથી કરી શકતા. 30% બંગાળી કારીગરો પોતાના વતન જતા રહ્યા છે. 10 % વેપારી પોતાના સોની ધંધો બંધ કરી બીજા ધંધા તરફ વળી રહ્યા છે. સોની વેપારીએ પોતાના સંતાનો ને બીજા ધંધા તરફ વળી રહ્યા છે.

READ ALSO

Related posts

લક્ઝરી કારની કિંમત કરતા પણ વધારે 1 ઈન્સ્ટા પોસ્ટથી કમાય છે આ ભારતીય ક્રિકેટર

Mansi Patel

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi

7000 રૂપિયા સસ્તો થઇ ગયો Samsungનો આ ધાંસૂ ફોન, 8000 રૂપિયાનું બોનસ પણ મળશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!