GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સસ્તુ સોનું ખરીદવાની છેલ્લી તક, મોદી સરકારની આ સ્કીમમાં મળી રહી છે આટલી છૂટ

કોરોના

ભારત સરકારની સોવરેન ગોલ્ડ બ્રાન્ડ સ્કીમ (Sovereign Gold Bond Scheme)માં પૈસા લગાવવાનો આજે છેલ્લો દિવસ છે. આ બ્રાડનું વેચાણ 20 એપ્રિલથી થયું હતું. ગોલ્ડ બ્રાન્ડ 24 એપ્રિલ સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લુ છે. જો તમે સોનામાં રોકાણ કરવા માગો છો તો એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. ઓનલાઈન ગોલ્ડ બ્રાડ ખરીદનારાઓને 50 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 10 ગ્રામ પર વધારાની છૂટ મળી રહી છે. હવે સવાલ એ ઉઠે છે કે આ વખતે ગોલ્ડ બ્રાન્ડ ખરીદવું યોગ્ય રહશે કે નહીં.

ગોલ્ડ બ્રાન્ડની કિંમત

સરકારે ગોલ્ડ બ્રાન્ડની કિંમત 4639 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 46,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ નક્કી કર્યો છે. બીજી તરફ ઓનલાઈન ખરીદવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ અથવા તો 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીની છૂટ મળે છે. આ રીતે તો 10 ગ્રામ સોનાનો ભાવ 45890 રૂપિયા થશે. બીજી તરફ એમસીએક્સ પર જોવામાં આવે તો ગત્ત 47000 પાર થતા સોનું હજું પણ 46 હજારને ટ્રેન્ડ કરી રહ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું કે, ઈશ્યૂ પ્રાઈસ સબ્સક્રિપ્શનથી પહેલાં અઠવાડિયાના અંતમાં કામગીરીના ત્રણ દિવસો માટે IBJAની તરફથી 999 પ્યોરિટીવાળા સોનાની ક્લોઝિંગ પ્રાઈસ સિમ્પલ એવરેજથી રૂપિયામાં નક્કી થશે.

અહીં થઈ શકે છે ખરીદી

Sovereign Gold Bondને તમે તમારી બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાંથી ખરીદી શકો છો.

સોનું ખરીદવું આજે પણ શ્રેષ્ઠ વિકલ્પ

નિષ્ણાંતોનું માનવામાં આવે તો ગત્ત દિવસોમાં જે રીતે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો. તેને જોતા સરકારે 4639 રૂપિયા પ્રતિ ગ્રામ ગોલ્ડનો ભાવ નક્કી કર્યો છે. એક સમયે આટલો ઉંચો ભાવ જોઈ રોકાણકારોને પણ નિરાશા થઈ હતી. જેનો ફાયદો સોનામાં રોકાણકારોને મળશે. આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે.

READ ALSO

Related posts

બોલિવુડને વધુ એક આંચકો, દિગ્ગજ ફિલ્મકાર બાસુ ચેટર્જીનું મુંબઈમાં નિધન

Arohi

અનલોક 1 : ફિલ્મો અને સિરિયલોનાં નિર્માતાઓએ શૂટિંગ સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ધોની-કોહલી સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્લેજિંગ નથી કરતા, ડીન જોન્સે કારણે દર્શાવ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!