GSTV

સોના અને ચાંદીના ભાવ અાજે મહિનામાં સૌથી ટોપ પર : અા છે અાજના ભાવ

સોનું અને ચાંદી અે ભારતીયો માટે સૌથી પ્રિય છે જેટલું પણ હોય તેટલું અોછું પડે. ભારત સરકાર કરતાં લોકોના ઘરમાં સોનાનો સ્ટોક વધારે છે. સોનાના ભાવ ઘટે તેવી સંભાવનાઅો ઘણી અોછી છે જ્યાં સુધી ભારતીયોને અા ઘાતુમાંથી રસ ન ઘટે…તહેવારોની સિઝનમાં આભૂષણ બનાવનારાઓની ખરીદી અને દુનિયાભરમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોના કારણે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં મંગળવારે 150નો વધારો થયો હતો. આ ભાવ વધારા સાથે જ સોનાની કિંમત 31,150 થઈ છે. ઔદ્યોગિક રોકાણકારો અને સિક્કા નિર્માતાઓના કારણે ચાદીમાં 170નો ભાવ વધારો થયો છે. ચાંદીનો ભાવ કિલોગ્રામ 38,470 રૂપિયા થયો છે.વેપારીઓએ તહેવારોની સિઝનમાં ભાવ વધારો થશે. ગઈકાલે અા જ બાવ 31,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. અને ચાંદીનો ભાવ પણ 38,300 રૂપિયા હતો. છેલ્લા અેક મહિનામાં સોના -ચાંદીના ભાવમાં અા સૌથી મોટો વધારો છે. હવે તહેવારોની સિઝન અાવતાં લોકલ માગમાં વધારો થયો છે.

રાજધાની દિલ્હીમાં 99.9 અને 99.5 પ્રતિશત શુદ્ધ સોનામાં 150નો વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 380નો વધારો થયો છે. આઠ ગ્રામ ગિન્નીનો ભાવ 100 વધતા 24,600 પહોંચ્યો હતો.

ચાંદીના સિક્કા લિવાલ અને બિકવાલમાં 1 હજારનો ભાવ વધ્યો છે. ચાંદીના સિક્કા લિવાલનો ભાવ 73 હજાર તો ચાંદીના સિક્કા બિકવાલમાં 74 હજાર વધ્યા છે. વિદેશી બજારોમાં અન્ય મુદ્રાઓની સરખામણીમાં ડૉલરની સામે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે બહુમુલ્ય ધાતુઓની માગ વધી છે. ચાંદી અને સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અાજે અેક મહિનામાં સૌથી ઊંચો ભાવ છે. સોના અને ચાંદીના ભાવ પર વિશ્વ બજારની સતત અસર જોવા મળે છે. અામ છતાં હાલમાં સતત માગ રહેતાં હવે ધીમેધીમે સોના અને ચાંદીના ભાવમાં વધારો રહે તેવી પૂરી સંભાવના છે.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!