GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

55,000ના નવા રેકોર્ડ પર સોનુ, ચાંદીમાં પણ જોરદાર તેજી: જાણો નવા ભાવ

સોના

દેશમાં ઓગસ્ટ મહિનાનો આરંભ થઈ રહ્યો છે તથા આના પગલે હવે વિવિધ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે તેવા વખતે ઝવેરીબજારમાં આજે પણ સોનાના ભાવમાં વિક્રમી તેજીની ચાલ આગળ વધતાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ.55 હજારની સપાટી કુદાવી ઉંચામાં રૂ.55500 બોલાતાં ઝવેરીબજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો.બજારભાવ વિક્રમ ટોચે પહોંચ્યા છે તથા કોરોના અને લોકડાઉનના પગલે લોકો પાસે ખરીદશક્તિ ઘટી ગઈ છે ત્યારે હવે તહેવારોના દિવસોમાં ઝવેરીબજારમાં મોસમી પણ સૂસ્ત રહેવાની શક્યતા બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા.

ચાંદીના ભાવમાં પણ ઉછાળો

સોના પાછળ આજે ઝવેરીબજારમાં ચાંદીના ભાવ પણ આંચકા પચાવી ફરી કિલોના રૂ.2000 વધ્યા હતા. વિશ્વબજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. વિશ્વબજારમાં જુલાઈમાં સોનાના ભાવમાં મોટી તેજી આવતાં મંથલી ભાવઉછાળામાં જાન્યુઆરી 2012 પછીનો નવો રેકોર્ડ સર્જાયાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના 10 ગ્રામદીઠ ભાવ વધુ રૂ.500 વધી 99.50ના રૂ.55300 તથા 99.90ના રૂ.55500 બોલાતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.2000 ઉછળી રૂ.64500 રહ્યા હતા. દેશના વિવિધ શહેરોના ઝવેરીબજારોમાં આજે તેજીનો ચરૂ ઉકળતો રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં આટલા છે સોના-ચાંદીના ભાવ

વિશ્વબજારમાં સોનાના એક ઔંશના ભાવ 1956 ડોલરથી વધી આજે ઉંચામાં 1978 થઈ મોડી સાંજે ભાવ 1969 ડોલર બોલાઈ રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના 23.37 ડોલરથી વધી 24.10 ડોલર થઈ સાંજે ભાવ 24.01થી 24.02 ડોલર રહ્યા હતા.

વિશ્વબજાર ઉછળતી રહેતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી ગઈ છે અને તેના પગલે ઝવેરીબજારમાં નવી વેચવાલીના અભાવે ભાવ ઉછળતા રહ્યા છે. જોકે સામે નવી ખરીદી નહિંવત્ રહી છે. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ફરી વધી ઔંશના સાંજે 908થી 909 ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ફરી વધી 2100 ડોલરની સપાટી વટાવી ગયા હતા.

સોનું

અમેરિકાના અર્થતંત્ર વિષયક આંકડા નબળા આવતાં તથા ત્યાં હવે પછી આવનારી ચુંટણીઓમાં વિલંબ થવાની ભીતી વચ્ચે વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ નીચો ઉતર્યો છે. સામે સોનામાં એક સપ્તાહમાં મની મેનેજરોએ આશરે 3 કરોડ 90 લાખ અબજ ડોલરનું ભંડોળ ઠાલવ્યાના વાવડ મળ્યા હતા.

વિશ્વબજારમાં ચાંદીનો મંથલી ભાવ ઉછાળો આશરે 30 ટકાનો આવતા 1982 પછીનો સૌથી મોટો તેજીનો મહિનો જુલાઈ 2020નો મનાયો છે. સોનાના ભાવ આ વર્ષે આશરે 30 ટકા વધ્યા છે જ્યારે વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં જુલાઈમાં થયેલી પીછેહટ દસ વર્ષની સૌથી મોટી વિકલી પીછેહટ મનાઈ છે.

Read Also

Related posts

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!