GSTV

સોનું ખરીદવા માંગતા લોકોને લાગશે ઝટકો, 10 ગ્રામનો ભાવ જઈ શકે છે. 45000 રૂપિયાને પાર, જાણો કારણ

કોરોના

જો તમે સોનામાં રોકાણ કર્યુ છો તો તમારા માટે ખુશખબર છે.તો સોનાની જ્વેલરી ખરીદનારા લોકો માટે ઝટકો સાબિત થશે. છેલ્લાં બે મહિનામાં સોનાની કિંમતમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. પહેલાં અમેરિકા-ઈરાન અને હવે અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોરના ખતરાથી સોના-ચાંદીનાં ભાવમાં તેજી રહી. 10 ગ્રામનો ભાવ 42 હજારને પાર પહોંચી ગયો હતો. પરંતુ જેવો તણાવ ઘટ્યો તો સોનાનો ભાવ ફરી પાછો 39000 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. બજારના જાણકારો પણ સોનામાં ઘટાડાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ એકવાર ફરીથી સોનાએ રફ્તાર પકડી છે.

આ કારણે વધશે રફ્તાર

ચીનથી ફેલાયેલો કોરોના વાયરસે દુનિયાનાં ઘણા દેશોને તેની ચપેટમાં લીધા છે. ગ્લોબલ માર્કેટમાં તેને લઈને હડકંપ મચ્યો છે. ઘણા દેશોમાં તેને લઈને એલર્ટ છે. દુનિયાભરનાં શેરબજાર કોરોના વાયરસથી ગભરાયેલાં છે. આ જ કારણે કોમોડિટી માર્કેટમાં હલચલ તેજ છે. ભારતીય બજારમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 43,000 રૂપિયાને પાર છે. ત્યારે હવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છેકે, બહુજ જલ્દી સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 45,000 રૂપિયાને પાર પહોંચી જશે.

સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે સોનાનો વાયદા ભાવ સોમવારે 406 રૂપિયા વધીને 10 ગ્રામદીઠ  43,269 પર પહોચી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં જૂન કોન્ટ્રાક્ટ રૂ. 406 અથવા 0.95 ટકા વધીને રૂ. 43,269 પર દસ ગ્રામ થયો છે. તેમાં 125 લોટનું ટર્નઓવર હતું. એ જ રીતે સોનાનો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 401 અથવા 0.94 ટકા વધીને દસ ગ્રામદીઠ રૂ. 43,067 થયો છે. તેમાં 2,117 લોટોનું ટર્નઓવર હતું. વૈશ્વિક સ્તરે, ન્યુ યોર્કમાં સોનું 0.93 ટકા વધીને 1,664.20 ડોલર પ્રતિ ઓંશનાં સ્તરે હતું.

READ ALSO

Related posts

ભારતીય વિદ્યાર્થીઓએ બનાવ્યો અનોખો રોબોર્ટ, કોરોના વોર્ડને સેનિટાઈઝ કરવાની સાથે દર્દીઓને દવા પણ આપશે

Nilesh Jethva

10 હજાર ફૂટની ઉંચાઈએ બરફમાં આતંકી અને સેના વચ્ચે હાથાપાઈ, 5 જવાન શહીદ

Ankita Trada

રાજુલામાં એક માતાએ ત્રણ બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો, આ હતું કારણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!