GSTV
Home » News » સોનાના રોકાણમાં આ કારણે આવ્યા છે સોનેરી દિવસો, જાણીને થશે આશ્ચર્ય

સોનાના રોકાણમાં આ કારણે આવ્યા છે સોનેરી દિવસો, જાણીને થશે આશ્ચર્ય

આર્થિક વિકાસની વધતી વિડંબણા સોનાના ભાવને આગામી છ મહિનામાં જ ૧૬૦૦ ડોલરની વૈતરણી પાર કરાવી દેશે એવી આગાહી નિષ્ણાંતો કરી રહ્યા છે. જણાવી દઇએ કે, પહેલી ઓગસ્ટ ૨૦૧૧ના રોજ સોનાના વૈશ્વિક ભાવ 1 હજાર 921.17 ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ પહોચ્યા હતા અને ફરીથી સોનાના રોકાણમાં સોનેરી દિવસો આવી રહ્યા છે.

હર હંમેશ રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલુ સોનુ ફરીથી મૂડી રોકાણ માટેનું સલામત માધ્યમ બની ગયું છે. ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસ એટલે કે ૩૧.૧૦૩૫ ગ્રામની ઉપરના ભાવની તેજી હજુ હમણા જ શરુ થઇ છે. પોર્ટફોલિયો મેનેજરો અત્યાર સુધી પોતાના માટે સોનું ખરીદતા હતા, તેઓ પણ હવે મોટું ફંડ ગોલ્ડ ઈટીએફને ફાળવવા લાગ્યા છે. જે તેજીનાં મુખ્ય ચાલકબળ બન્યા છે. હેજ ફંડના સ્થાપક પિતામહ અને કરોડપતિ ઇન્વેસ્ટર રે દેલીયો જેમણે ૭૦૦૦ શબ્દોનો એક બ્લોગ લખ્યો છે. દેલીયો માને છે કે વિશ્વની નાણાકીય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગી ગયો છે, જેણે આ વર્ષની સોનાની તેજીમાં મુખ્ય ભૂમિકા કરી છે.

આ જ ઘટનાએ સોનાના ભાવને ઓગસ્ટ ૨૦૧૩ પછીની નવી ઉંચાઈએ લઇ જવામાં મદદ કરી છે. ટ્રેડ વોરનાં માતેલા સાંઢ બનેલા ચીન અને અમેરિકાએ વૈશ્વિક નાણા વ્યવસ્થાને રફેદફે કરી નાખી છે, જેનો સંપૂર્ણ લાભ સોના ચાંદીને મળી રહ્યો છે. એક દાયકામાં પહેલી વખત જર્મન ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટાપાયે વાર્ષિક પીછેહઠ કરી છે.

આ બાબત સૂચવે છે કે આખી દુનિયાની ઈકોનોમી હવે આ દાયકાની પ્રથમ મોટી મંદી તરફ અગ્રેસર બની છે. ભારત, ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ, મલેશિયા ઇન્ડોનેશિયા જેવા એશિયા-પેસિફિક દેશોની સેન્ટ્રલ બેંકો પોતાની ચામડી બચાવવાના ઉપાય તરીકે વ્યાજદર ઘટાડવાના રવાડે ચઢી ગઈ છે. યુએસ ફેડ રીઝર્વે એક દાયકા પછી પહેલી વખત વ્યાજદર ઘટાડ્યા પછી એક જ સપ્તાહમાં જાણે આખી દુનિયા શોકમાં ડૂબી ગઈ છે.

બીજી તરફ ભારતીય અર્થતંત્ર નબળું પડી રહ્યાનો પોકાર પડતા સોના ચાંદીમાં શરણું લેવાનું આકર્ષણ વધ્યું છે. રિઝર્વ બેન્કની ૨૦૧૯-૨૦ની ત્રીજી દ્વિમાસિક મોનીટરી પોલીસી કમિટીએ હાથ ખંખેરી નાખતા કહ્યું હતું કે વપરાશી માંગ અને મૂડીરોકાણ બન્ને ધીમા પડી ગયા હોવાથી જુનમાં અમે ૭ ટકાના આર્થિક વિકાસની આગાહી કરી હતી તે હવે ૬.૯ ટકા કરીએ છીએ. નબળા પડી રહેલા વૈશ્વિક અર્થતંત્રો અને ટ્રેડ વોરે સોનાની સેફ હેવન માંગને પ્રોત્સાહિત કરી છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!