GSTV
Home » News » લગ્નની સીઝન પહેલાં સોનામાં જબરદસ્ત ઉછાળો, અત્યારે જ ખરીદી લેજો હજુ પણ વધશે ભાવ

લગ્નની સીઝન પહેલાં સોનામાં જબરદસ્ત ઉછાળો, અત્યારે જ ખરીદી લેજો હજુ પણ વધશે ભાવ

ફેસ્ટિ સીઝન પહેલાં જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. મંગળવારે ગોલ્ડ પ્રાઇસ વધીને 35,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઇ છે. સોમવારે ગોલ્ડનો ભાવ દિલ્હીમાં 35,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે એક રેકોર્ડ સ્તર છે. સાથે જ ગત વર્ષે 22 જુલાઇના રોજ 29,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

સોનાનો આ ભાવ સૌથી ઉંચા સ્તર પર છે. અગાઉ ક્યારેય સોનાની કિંમતમાં આટલી તેજી જોવા નથી મળી. સાથે જ ચાંદીના ભાવ પણ ગત એક વર્ષના ઉંચા સ્તર પહોંચી ગયું છે. આ વચ્ચે હવે રોકાણકાર વધુ નફાની આશાએ શેરમાંથી પૈસા કાઢીને ગોલ્ડમાં રોકી રહ્યાં છે.

સોમવારે દિલ્હીમાં સોનાના ભાવ 100 રૂપિયાની તેજી આવી, જેથી તેના ભાવ ઉચ્ચતમ સ્તર 35,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે ગત અઠવાડિયે શુક્રવારે શરૂઆતમાં જ સોનાની કિંમત 35,409 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઇ હતી. સાથે જ ચાંદીની વાત કરીએ તો તેમાં ગત એક અઠવાડિયાથી તેજી જારી છે.

સાથે જ શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1450 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો, ગત 6 વર્ષમાં ગોલ્ડ પ્રાઇસમાં આ સૌથી ઉંચા સ્તર પર હતું. સોમવારે ગોલ્ડની સ્પોટ પ્રાઇસ 0.2 ટકા ઘટીને 1422.74 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો.

હકીકતમાં અમેરિકાના ફેડ રિઝર્વના પ્રેસિડેંટ જૉન વિલિયમ્સે રેટ કટના સંકેત આપ્યાં છે. ફેડરલ રિઝર્વ આ મહિનાના અંત સુધી 0.25 ટકા રેટ કટ કરી શકે છે. આ ઉપરાંત ભારત સરકારે ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યૂટી 2.5 ટકા વધારીને 12.5 ટકા કરી દીધી છે. જેનાથી કિંમતોમાં તેજી આવી છે.

trade war Gold

સાથે જ ગોલ્ડમાં ઉછાળ સાથે જ ભારતીયો તેનો ફાયદો ઉઠાવા માટે ઘરમાં પડેલું સોનું વેચી રહ્યાં છે. ગત એક વર્ષમાં સોનાની કિંમત 10થી 15 ટકા વધી છે. જાણકારોનું કહેવું છે કે આગામી કેટલાંક અઠવાડિયામાં સોનાની કિંમતોમાં વધુ તેજીની સંભાવના છે.

Read Also

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!