મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવમાં ઉંચેથી પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આગળ વધતાં ઘરઆંગણે સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે ઝવેરી બજારમાં સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં તથા બોન્ડ યીલ્ડ પણ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધી હોવાના સમાચાર હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૧૯૭૭થી ૧૯૭૮ વાળા આજે નીચામાં ૧૯૬૦ થઇ ૧૯૬૩થી ૧૯૬૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૩૦૦ તૂટી ૯૯.૯૦ના રૂ.૬૦૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૦૭૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૬૮૫૦૦ના મથાળે શાંત હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનામાં પીછેહટ છતાં ચાંદીના ભાવ આજે વધ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૨.૨૨ વાળા વધી ૨૨.૬૫ થઈ ૨૨.૪૯થી ૨૨.૫૦ ડોલર રહ્યા હતા. કોપર ઉછળતાં ચાંદી ઉંચકાઈ હતી. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૬૫થી ૧.૭૦ ટકા ઉંચકાયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમ નરમ હતું. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૪થી ૯૯૪ વાળા ઘટી ૯૭૯થી ૯૮૦ થઈ ૯૮૯થી ૯૯૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૦૧થી ૧૪૦૨ વાલા આજે ૧૪૨૨ થઈ ૧૪૦૫થી ૧૪૦૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે ફરી ઉંચકાયા હતા. ચીનની ખરીદીની ચર્ચા હતી. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૬૬.૪૫ વાળા વધી ૬૮.૯૪ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૭૨.૬૬ વાળા વધી ૭૫ થઈ ૭૪.૯૪ ડોલર રહ્યા હતા.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૨૪૧ વાળા રૂ.૫૮૯૫૧ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૪૭૪ વાળા રૂ.૫૯૧૮૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૮૨૩૮ વાળા રૂ.૬૮૪૯૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીેએસટી સાથોેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં