GSTV

સોનાના ભાવમાં ઘટાડો, વર્ષના સૌથી નીચલા સ્તરે

Last Updated on March 31, 2018 by Bansari

શુક્રવારે સોનાની કિંમતોમાં આ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં તે 650 રૂપિ. પ્રતિ દસ ગ્રામ સુધી સસ્તુ થઇ ગયું છે. તેવામાં આ દરમિયાન ચાંદીના ભાવ પણ 600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટી ગયાં છે. ઉલ્લેખનીય છે કે પહેલા સોનાના ભાવ 32 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો છે.

જ્વેલર્સનું માનવું છે કે એક એપ્રિલથી દેશમાં ઇ-વે બિલ સહિત અનેક ફેરફાર થવા જઇ રહ્યાં છે. સાથે જ સોનુ મોંઘુ થવાના કારણે સ્થાનિક જ્વેલર્સમાં તેની માંગ ઘટી રહી છે. તેવામાં હવે ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ સ્થિર થઇ રહ્યં છે. આ કારણોના પગલે સોનાના ભાવ ઘટ્યાં છે.

શુક્રવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોનુ 650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવ 650-650 રૂપિયાના ઘટાડા સાથે અનુક્રમે 31,300 રૂપિયા અને 31,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જો કે આઠ ગ્રામના સિક્કા 24,800 રૂપિયા પ્રતિ યુનિટ પૂર્વસ્તર પર રહ્યાં.

સિક્કા નિર્માતાઓ અને ઔદ્યોગિક એકમોની માંગ ઓછી થવાના કારણે ચાંદી પણ 600 રૂપિયા ઘટીને 39,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. ઘરેલૂ બજારમાં ઘરેણાના વિક્રેતાઓ અને રિટેઇલ વેપારીઓની નબળી માંગના કારણે સોનાના ભાવ ઘટ્યાં છે.

ચાંદી 600 રૂપિયા ઘટીને 39,150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ચાંદી અઠવાડિક ડિલિવરી 660 રૂપિયા ઘટીને 38,320 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું.

Related posts

મૉડલ એટલી સુંદર રીતે સજીધજીને આવી છતાં પણ ગાર્ડ્સે મૉલમાંથી તગેડી મુકી, જોઈને બતાવો શું ભૂલ છે તેના ડ્રેસમાં

Pravin Makwana

આ ટીવી સ્ટાર સાથે રેલવે સ્ટેશન પર થઇ ગંદી હરકત, અચાનક યુવકોએ આવીને ટૉપ ફાડી નાંખ્યુ અને….

Bansari

ગુલાબ ગેંગ/ યુપી વિધાનસભા ચૂંટણીમાં BJPના મૂળિયા ઉખેડવા ગુલાબી ગેંગ પણ તૈયાર, જો અમારી વાત નહીં સાંભળે તો CMને પણ ધમકી આપીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!