GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સોના અને ચાંદીના ભાવ હવે ઘટશે, ભાવ વધવાના કારણનો આવી ગયો નિવેડો

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે સાંજે કડાકો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીન ટ્રેડ વોરનો અંત આણી પ્રથમ તબક્કાની વ્યાપાર સમજુતિ ઉપર હસ્તાક્ષર કરવા તરફ આગળ વધી રહ્યા હોવાથી ચળકતી ધાતુની તેજી માટેનું સૌથી મોટું કારણ ગાયબ થઇ ગયું છે અને સોના અને ચાંદીના ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ પટકાયા હતા. વૈશ્વિક હાજર બજારમાં સોનું સોમવારે ૧૫૧૨.૯ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતું.

ગુરુવારે બજાર ખુલી ત્યારે તેનો ભાવ ઘટી ૧૪૯૦.૩ ડોલર પ્રતિ ઔંસ હતો જે ગુરુવારે એક જ દિવસમાં ૨૧.૫ ડોલર ઘટી ૧૪૬૮.૮ ડોલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો. આજે સોનાનો હાજર ભાવ ૧૪૬૯.૨ ડોલર પ્રતિ ઔંસ છે. ન્યુયોર્ક કોમેકસ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ૧૪૯૧.૯ ડોલર પ્રતિ ઔંસ ગુરુવારે ખુલ્યો હતો જે ઘટી ૧૪૬૬.૪ ડોલર બંધ આવ્યો હતો આમ એક જ દિવસમાં ૨૫.૫ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવ ગુરુવારે ત્રણ ટકા ઘટ્યા પછી આજે પણ ૦.૭ ટકા ઘટી ગયા છે. શુક્રવારે ભારતીય બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ હાજરમાં રૂ.૧૦૬૦ ઘટી મુંબઈ ખાતે રૂ.૪૫,૬૯૦ અને અમદાવાદ ખાતે રૂ.રૂ.૪૫,૭૯૦ પ્રતિ કિલો રહ્યા હતા. સોનાના હાજર બજારના ભાવમાં મુંબઈ ખાતે રૂ.૧૯૦ ઘટી રૂ.૩૯,૨૭૦ અને અમદાવાદ ખાતે રૂ.૨૧૦ ઘટી રૂ.૩૯,૩૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

USFDAનો ડાયાબિટીસની દવા મેટફોર્મિન રિકોલ કરવાનો આદેશ,કેન્સરજનક કેમિકલ વધુ હોવાનું ખુલ્યુ

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!