GSTV

સોનાના ભાવમાં અમદાવાદમાં સતત તેજી, આજે 43,000ને વટાવી ગયો નવો ભાવ

corona

વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનતા આંતરરાષ્ટ્રીય બજારમાં ફંડો તેમજ રોકાણકારો સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોના પર પસંદગી ઊતારતા વૈશ્વિક બજારોમાં સોનું ઊછળતા તેની સીધી અસર ભારતીય બુલીયન બજાર પર જોવાઇ હતી. અત્રે અમદાવાદ બુલીયન જારમાં આજે સોનામાં વધુ રૂ. 850નો સ્પ્રીંગ જેવો ઉછાળો નોંધાતા તે રૂ. 43,850ની વિક્રમી સપાટીએ પહોંચી જવા પામ્યું હતું. બીજી તરફ બંધ બજારે રૂપિયાએ 72નું મથાળું ગુમાવી દીધું હતું.

કોરોના વાયરસની શારીરિક સિવાય આર્થિક અસર

ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસ ઘાતક બનતા તેની સમગ્ર વિશ્વ પર અસર થતા વિવિધ એજન્સીઓ દ્વારા વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનવા સાથે વૃધ્ધિ દર ધીમો પડવાની આગાહી કરાતા વૈશ્વિક બજારોનું માનસ ખરડાવા પામ્યું છે. આ સિવાયના અન્ય પ્રતિકૂળ પરિબળોની પણ વૈશ્વિક અર્થતંત્ર પર નેગેટિવ અસર થવા પામી છે. આમ, વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનતા હેજફંડો સહિતની અન્ય નાણાં સંસ્થાઓ તેમજ ઇન્વેસ્ટરો સેફ ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પ તરીકે સોના તરફ વળતા વૈશ્વિક બજારોમાં સોનું ઊછળીને 1635 ડોલર બોલાયું હતું. જયારે ચાંદી 18.60 ડોલર મુકાતી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઊંચકાતા કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચકાતા તેની પણ ભાવ પર અસર જોવા મળી હતી.

કેવું છે અમદાવાદનું બુલીયન બજાર ?

આ અહેવાલો પાછળ આજે અમદાવાદ બુલીયન બજાર ખાતે સોનું (99.9) રૂ. 850 ઊછળીને 43850 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જયારે સોનું (99.5) રૂ. 43700ની સપાટીએ મજબૂત રહ્યું હતું. સોના પાછળ ચાંદી પણ રૂ. 700 ઊછળીને 49000 ની સપાટી કુદાવી 49,200 ના મથાળે મજબૂત રહી હતી. દરમિયાન વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનતા વૈશ્વિક સ્તરે ડોલરની માંગમાં વધારો થતા કરન્સી બાસ્કેટ સામે ડોલર ઇન્ડેક્સ ઊછળીને 100 નજીક પહોંચ્યો છે જે તેની 2017 પછીની ઊંચી સપાટી છે. આમ, વૈશ્વિક કરન્સી બાસ્કેટમાં ડોલર ઊછળતા આજે બંધ બજારે પણ અમેરિકન ડોલર સામે રૂપિયો 72નું મથાળું ગુમાવીને 72.06 સુધી ઊતરી આવ્યો હતો. જે મોડી સાંજે 72 આસપાસ મુકાતો હતો.

READ ALSO

Related posts

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!