Last Updated on February 19, 2021 by Karan
વૈશ્વિક બજારની નરમાઇને પગલે ભારતમાં પણ સોનું સતત ઘટી રહ્યુ છે અને 8 મહિનામાં ભાવ પ્રથમવાર 48,000 રૂપિયાની સપાટીને નીચે ઉતરી ગયા છે. આજે શુક્રવારે અમદાવાદના બુલિયન બજારમાં સોનાનો ભાવ 400 રૂપિયા ઘટ્યો અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 47,900 રૂપિયા થયો હતો. જે જૂન પછીની સૌથી નીચી સપાટી છે. સોનાની પાછળ ચાંદી પણ ઘટી હતી.

સોનું તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 10,000 રૂપિયા જેટલુ સસ્તુ થઇ ગયુ
આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ 700 રૂપિયા ઘટીને પ્રતિ એક કિગ્રા દીઠ 68,500 રૂપિયા થયો હતો. આ સાથે વિતેલા પાંચ દિવસમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1400 રૂપિયા ઘટી ગયા છે. ઉપરાંત સોનું તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 10,000 રૂપિયા જેટલુ સસ્તુ થઇ ગયુ છે. અમેરિકન ડોલરના મૂલ્યમાં વૃદ્ધિથી સોનાના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સતત ઘટી રહ્યા છે. આજે વૈસ્વિક બજારમાં સોનું લગભગ અડધા ટકા જેટલુ ઘટીને 1769 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદી 1.1 ટકા ગગડી 27 ડોલરની નીચે 26.71 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. સોના-ચાંદી ઉપરાંત અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ આજે ઘટ્યા હતા. જેમાં પ્લેટિનમ 2.4 ટકા ઘટીને 1244 ડોલર પ્રતિ ટ્રોય થઇ હતી. જો કે પેલેડિયમના ભાવ પોણા ટકા જેટલા વધીને 2334 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા.

એમસીએક્સ ગોલ્ડ 46,000 રૂપિયાની નીચે
વૈશ્વિક નરમાઇને પગલે ભારતમાં હાજર અને વાયદ બંને બજારોમાં સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. એમસીએક્સ ખાતે સોનાનો એપ્રિલ વાયદો 176 રૂપિયાના ઘટાડે 46,000ની નીચે 45,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ક્વોટ થઇ રહ્યો હતો. તો ચાંદીનો માર્ચ વાયદો પણ 200 રૂપિયાની નરમાઇમાં 68,289 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી.
સોનાના ભાવમાં મંદીનું કારણ
કોરોના વાયરસના નવો કેસોની સંખ્યા ઘટી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના રસીકરણ અભિયાનથી મહામારી નિયંત્રણમાં આવી મહામારીનું સંક્રમણ ઘટતા
વૈશ્વિક અર્થતંત્ર ફરી વિકાસના પંથે ચઢશે તેવી અપેક્ષા
યુએસ ડોલરના મૂલ્યમાં વૃદ્ધિ અને અમેરિકામાં નવા આર્થિક રાહત પેકેજની જાહેરાતમાં વિલંબ
દિગ્ગજ રોકાણકારો બિટકોઇન જેવી ડિજિટલ કરન્સી તરફ આકર્ષાતા સોનામાં રોકાણનો મૂડીપ્રવાહ ઘટ્યો
ભારતમાં સોના-ચાંદીની આયાત જકાતમાં 5 ટકાનો જંગી ઘટાડો
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
