GSTV
Business

ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં સોનાના ભાવ શાંત

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાદીના ભાવ ઉંચકાયા હતા. સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઙાલ ઉછળ્યા હતા. પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં સોનાના ભાવ શાંત હતા વિશ્વ બજારમાં સોનાના ભાવ ઓંશના ૧૭૫૫થી ૧૭૫૬ વાળા ઉંચામાં ૧૭૬૩થી ૧૭૬૪ થઈ ૧૭૬૧થી ૧૭૬૨ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ચાંદીના ભાવ ૨૧.૨૧થી ૨૧.૨૨ વાળા ૨૧.૬૪ થઈ ૨૧.૫૫ થી ૨૧.૫૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટના પગલે વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતા.

ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૬૨૫૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૫૪૨૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૪૪૦૦ના મથાળે શાંત હતા.

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૦૨થી ૧૦૦૩ વાળા ૧૦૨૪થી ૧૦૨૫ થઈ ૧૦૨૦થી ૧૦૨૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૮૪૭થી ૧૮૪૮ વાળા આજે ૧૮૯૩થી ૧૮૯૪ થઈ ૧૮૯૧થી ૧૮૯૨ ડો લર રહ્યા હતા. ચીનમાં કોવિડ અંકુશો હળવા થવાની આશાએ વિશ્વ બજાર પર પોઝીટીવ અસર દેખાઈ હતી. વૈશ્વિક કોપરના ભાવ આજે અઢી ટકા ઉછળ્યા હતા.

ક્રૂડ

ક્રૂડતેલમાં જો કે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૯.૦૫ વાળા ૭૯.૯૫ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૮૫.૬૩ વાળા ૮૪.૮૪ ડોલર બોલાઈ રહ્યા હતા. દરમિયાન, અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક આશરે ૭૯ લાખ બેરલ્સ ઘટયો છે. ક્રૂડ ઉત્પાદક ઓપેક તથા સાથી દેશોની હવે પછી ટૂંકમાં મળનારી મિટિંગ પર બજારની નજર રહી હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૨૫૬૬ તથા ૯૯.૯૦ના રૂ.૫૨૭૭૭ના મથાળે શાંત હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૧૬૮૫ વાળા વધી રૂ.૬૧૯૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

READ ALSO

Related posts

CBDT ચેરમેને કરી જાહેરાત, TDS  સંબંધિત અપીલના નિરાકરણ માટે નવી સ્કીમ લાવશે

Nakulsinh Gohil

UKમાં ફુગાવો હજુ પણ બેકાબૂ: બેંક ઓફ ઈંગ્લેન્ડે ફરીથી વ્યાજ દર 0.50% વધાર્યા

GSTV Web Desk

SBIએ અદાણીને રૂ.27,000 કરોડની લોન આપી છે,  ખુદ ચેરમેને આપી જાણકારી

Nakulsinh Gohil
GSTV