સોનાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. મલ્ટી કમોડીટી એક્સચેંજ પર આજે સોનું અને ચાંદી બંને જ મોંઘું થઈ ગયું છે. આજે સોનાનો ભાવ 56,700ને પાર થઈ ગયો છે. જ્યારે ચાંદી 68,700 રૂપિયાથી ઉપરના લેવલે ટ્રેડ કરી રહી છે. બુલિયન નિષ્ણાંત અનુસાર સોનાનો ભાવ જલ્દીથી 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી શકે તેમ છે.

MCX પર મોંઘું થયું સોનું-ચાંદી
મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનાનો ભાવ અઠવાડિયા પહેલા રૂટિન કારોબારમાં 0.15%ની તેજી સાથે 56,745 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ચાંદી પણ 0.36%ની તેજી સાથે 68793 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહી છે.
ગ્લોબલ માર્કેટમાં પણ મોંઘું થયું સોનું
ગ્લોબલ માર્કેટની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 0.3% નો વધારો થઈને 1,932.12 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં થયેલ વધારા બાદથી સોનાની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાની સાથે સાથે ચાંદીની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક માર્કેટમાં ચાંદી 0.4%ની તેજી સાથે 24.04 ડૉલર પ્રતિ ઔંસ ટ્રેડ કરી રહી છે.
સોનું ખરીદતા આટલું ખાસ ધ્યાન આપજો
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનાની ખરીદી કરવાનો આગ્રહ રાખો. સોનાની શુદ્ધતાને ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની શુદ્ધતા ચેક કરી શકો છે તમે જે સોનું ખરીદવા માગો છો તે શુદ્ધ છે કે પછી ભેળસેળવાળું નકલી છે. આ સિવાય તમે આ એપ દ્વારા ફરીયાદ પણ કરી શકો છો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય