GSTV
Gujarat Government Advertisement

Gold-Silver Price/ 9300 રૂપિયા સસ્તું થયું સોનુ, જાણો બજારમાં શું છે સોના ચાંદીના તાજા ભાવ

ગોલ્ડ

Last Updated on May 5, 2021 by Damini Patel

સોનુ એક વાર ફરી 47000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે જતું રહ્યું છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો શરુ થયો છે. જો કે કારોબાર ફ્લેટ જ જઈ રહ્યો છે. સરાફા બજારમાં પણ આજે સોના ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે સોના અને ચાંદીમાં જોરદાર તેજી સાથે કારોબાર શરુ થયો, પરંતુ મંગળવારે ઘટાડો નોંધાયો. મંગળવારે MCX પર સોનાના જૂન વાયદા 450 રૂપિયાની કમજોરી સાથે 46870ના લેવલ પર બંધ થયું. આજે સોનામાં સુસ્ત શરૂઆત થઇ.

આ સપ્તાહમાં સોનું

  • દિવસ : સોનુ (MCX જૂન વાયદા)
  • સોમવાર : 47319/10 ગ્રામ
  • મંગળવાર : 46871/10 ગ્રામ
  • બુધવાર : 46900/10 ગ્રામ(બપોરે 1 વાગ્યા સુધી)

ગયા સપ્તાહમાં સોનુ (26-30 એપ્રિલ)

દિવસ : સોનુ (MCX વાયદા)

  • સોમવાર : 47462/10 ગ્રામ
  • મંગળવાર : 47303/10 ગ્રામ
  • બુધવાર : 47093/10 ગ્રામ
  • ગુરુવાર : 46726/10 ગ્રામ
  • શુક્રવાર : 46737/10 ગ્રામ

સોનું ઉચ્ચતમ સ્તરથી લગભગ 9300 રૂપિયા સસ્તુ

ગયા વર્ષે, કોરોના સંકટને લીધે લોકોએ સોનામાં ભારે રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ સૌથી વધુ 56191 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. ગયા વર્ષે સોનાએ 43% વળતર આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તરની તુલના કરવામાં આવે તો સોનું 25% સુધી તૂટી ગયું છે, સોનું MCX પર 10 ગ્રામ દીઠ 46900 રૂપિયાના સ્તરે છે જે હજી પણ 9300 રૂપિયા સસ્તુ થઈ રહ્યું છે.

MCX ચાંદી

જ્યાં સુધી ચાંદીની વાત છે ત્યાં સુધી સોમવારે ચાંદીનો મે વાયદો રૂપિયા 2460ની મજબૂતી સાથે 70,000 રૂપિયાની નજીક બંધ થયો છે. પરંતુ મંગળવારે તેણે તેની અડધી લીડ ગુમાવી દીધી હતી. ચાંદીનો મે વાયદો રૂ 1300 ઘટીને રૂ 69550 ના સ્તરે બંધ રહ્યો હતો. આજે સિલ્વર જુલાઈ વાયદો શરૂ થયો છે.

આ અઠવાડિયે ચાંદી ચાલ

  • દિવસ : સિલ્વર (MCX – મે વાયદો)
  • સોમવાર : 69871 / કિગ્રા
  • મંગળવાર : 69441 / કિગ્રા
  • બુધવાર : 69479 / કિગ્રા (જુલાઈ વાયદો – ટ્રેડિંગ 1 વાગ્યા સુધી)

ગયા અઠવાડિયે ચાંદીની ચાલ (26-30 એપ્રિલ)

દિવસ : સિલ્વર (MCX – મે વાયદો)

  • સોમવાર : 68680 / કિગ્રા
  • મંગળવાર : 68958 / કિગ્રા
  • બુધવારે : 67786 / કિગ્રા
  • ગુરુવાર : 67474 / કિગ્રા
  • શુક્રવાર : 67524 / કિગ્રા

ચાંદી પોતાના ઉચ્ચત્તમ સ્તરથી 10,400 રૂપિયા સસ્તું

ચાંદીનું ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ મુજબ ચાંદી પણ તેના ઉચ્ચતમ સ્તર કરતા 10,400 રૂપિયા સસ્તું છે. આજે ચાંદીનો વાયદો 69580 રૂપિયા પ્રતિ કિલો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!