GSTV

વૈશ્વિક બજારમાં ઘટાડો છતા ભારતમાં સોનાના ભાવમાં ચમકારો, રૂ.31,160

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બેતરફી વધઘટ વચ્ચે ભાવ મક્કમ હતા. વિશ્વ બજારમાં  આજે કિંમતી ધાતુઓના ભાવ તૂટયા હતા.  ઘરઆંગણે  કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે  કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી રહી છે તેના પગલે ઝવેરી બજારમાં  ભાવ આજે મક્કમ રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૬૬.૬૪ વાળા નીચામાં ૬૬.૬૨ રહ્યા પછી ભાવ ઉછળી ઉંચામાં ૬૬.૯૧ બોલાઈ સાંજે  રૂ.૬૬.૮૬ બોલાયા હતા.

વિશ્વ બજારમાં ડોલર ઉંચકાતાં તેના પગલે વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળે વેચવાલી વધ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૦૯૧૫ વાળા રૂ.૩૧૦૧૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૦૬૫ વાળા રૂ.૩૧૧૬૦ બંધ હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવતી ૩ ટકા જેટલા ઉંચા બોલાયા હતા. મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના રૂ.૩૯૧૭૫  વાળા ૩૯૧૮૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૯૧૦૦ થી ૩૯૧૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.૧૨૦૦થી ૧૨૫૦ જેટલા ઉંચા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ગબડી નીચામાં  ૧૩૦૮.૬૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૩૧૧.૮૦ થી ૧૩૧૧.૮૫ ડોલર હતા. સોના પાછળ વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ નીચામાં ૧૬.૩૭ ડોલર થઈ સાંજે ભાવ ૧૬.૪૩ થી ૧૬.૪૪ ડોલર બોલાયા હતા.  પ્લેટીનમના ભાવ સાંજે  ૯૦૧.૫૫થી ૯૦૧.૬૦ ડોલર તથા પેલેડિયમના ભાવ ૯૬૬.૩૦થી ૯૬૬.૪૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

ક્રુડતેલના ભાવ ઉંચકાયા

અમેરિકા દ્વારા ઈરાન પર પ્રતિબંધ  મૂકાવાની  શક્યતા વધતાં  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ વિશ્વ બજારમાં  સાંજે ૭૩.૭૫ ડોલર હતા જયારે ન્યુયોર્કના ભાવ વદી સાંજે ૬૮.૫૯ ડોલર રહ્યા હતા. અમેરિકાનું વેપાર પ્રતિનિધિમંડળ ચીનની બે દિવસની  મુલાકાતે ગયું હતું અને  વિવિધ મિટિંગો ચીન તથા અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે ત્યાં  મળી હતી પરંતુ  છેલ્લા સમાચાર મુજબ આ મિટિંગો પછી પણ ટ્રેડવોરનું  સમાધાન કરવાનો કોઈ રસ્તો નિકળ્યો નથી તથા મતભેદો અકબંધ રહ્યાના સમાચાર હતચા.  ઈરાન દ્વારા  અમેરિકાની અમુક નીતિઓને વખોડવામાં આવતાં  અમેરિકા દ્વારા  ઈરાન પર ફરી અંકુશો લાદવામાં આવશે એવી શક્યતા આજે  વિશ્વ બજારમાં ચર્ચાઈ રહી હતી.

અમેરિકામાં  જોબલેસ કલેઈમ્સ  બેરોજગારીના દાવાઓ જે તાજેતરમાં  ઘટીને આશરે પાંચ દાયકાના  તળિયે જતા રહ્યા હતા તે  હવે વધુ ઘટતા અટકી ૨૦૦૦ વધી ૨ લાખ ૧૧ હજાર આવ્યાના સમાચાર હતા. જોકે જાણકારોની અપેક્ષા આવા દાવાઓ  ૨ લાખ ૨૫ હજાર જેટલા  આવવાની હતી તેના બદલે  આવા દાવાઓ  અપેક્ષાથી  ઓછા આવ્યા છે.  આ લખાય છે ત્યારે  વિશ્વ બજારના ખેલાડીઓની ન જર અમેરિકામાં બહાર પડનારા જોબગ્રોથના આંકડાઓ પર રહી હતી.

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!