GSTV

સલાહ/ સોનું ખરીદવું હોય તો ખરીદી લો નહીં તો દિવાળી સુધી નહીં ખરીદી શકો એટલો હશે ભાવ

એચડીએફસી સિક્યોરીટીઝ પ્રમાણે પાછલા 16 દિવસોમાં સતત સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં બુલિયન માર્કેટમાં આ 57 હજારના સ્તરને વટાવી ચુક્યો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2000 ડોલર ક્રોસ કરીને સતત આગળ વધી રહ્યું છે. ચાંદીની કિંમત 77 હજાર પાર કરીને ઝડપથી 80 હજારના સ્તર ઉપર આગળ વધી રહી છે.

ગ્લોબલ ઈકોનોમીમાં સુધારામાં લાગશે સમય

એક્સપર્ટનું માનવું છે કે, દિવાળી સુધી સોનાનો ભાવ નવા રેકોર્ડ બનાવશે. તો જેપી મોર્ગનનું કહેવું છે કે, વર્તમાનમાં આર્થિક, મહામારી અને રાજનીતિક હાલતને જોતા પૂરી સંભાવના છે કે સોનું 70 હજારના સ્તરે દિવાળી સુધીમાં પહોંચે. તેનું કહેવું છે કે, જો કોરોના વેક્સિન પણ આવી જાય છે તો પણ ગ્લોબલ ઈકોનોમીમાં સુધારો આવતા ઘણો સમય લાગશે. ત્યાં સુધીમાં સોનાની કિંમતોમાં વધારો નોંધવામાં આવશે.

બુલિયન બઝારમાં સોનુ-ચાંદી ઓલટાઈમ હાઈ

આ વચ્ચે શુક્રવારે દિલ્હીની બુલિયન બઝારમાં સોનું ઓલટાઈમ હાઈ છે. સતત 16માં સત્રમાં તેમાં વધારો થતા સોનું 51,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલિન ઉચ્ચ સ્તર ઉપર પહોંચી ગયું છે. તો ચાંદીની કિંમતોમાં 576 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તે 77840 રૂપિયાના સર્વકાલિન ઉચ્ચસ્તર ઉપર પહોંચી ગઈ છે.

ગોલ્ડ ડિલીવરી 54 હજાર પાર

MCXની વાત કરવામાં આવે તો શુક્રવારે ગોલ્ડ ડિલીવરીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબરની ડિલીવરી વાળું સાનું 969 રૂપિયાના ઘટાડાની સાથે 54876ના સ્તર ઉપર બંધ થયું હતું. કારોબાર દરમયાન આ શુક્રવારે 56191ના સ્તર ઉપર પહોંચી ગયું હતું. ડિસેમ્બર ડિલીવરી વાળુ સોનું 1075 રૂપિયાના ઘટાડાની સાથે 54940 ઉપર અને ફેબ્રુઆરી 2021નું ડિલીવરી વાળુ સોનુ 907 રૂપિયાના વધારા સાથે 57100ના સ્તર ઉપર બંધ થયું હતું.

ચાંદી ડિલીવરી 74 હજારને પાર

MCXમાં શુક્રવારે ચાંદીની ડિલીવરી પણ ઘટાડા સાથે બંધ થઈ હતી. સપ્ટેબર ડિલીવરી વાળી ચાંદી 1569 રૂપિયાના ઘટાડાની સાથે 74483ના સ્તર ઉપર બંધ થઈ હતી. ડિસેમ્બરની ડિલીવરી વાળી ચાંદી 1478 રૂપિયાના ઘટાડા સાથે 76448ના સ્તર ઉપર બંધ રહી હતી.

Related posts

લશ્કરી બખતરિયા રણગાડી પર બેસીને પાક લશ્કરી વડાએ ભારતને ધમકી આપી, પાકિસ્તાને ‘ટુ ફ્રન્ટ વોર’ ની તૈયારી શરૂ કરી

Dilip Patel

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel

તમારી શાકભાજી કાપવાની રીત ખોટી હોઈ શકે છે? જાણો પૌષ્ટિકતા જાળવી રાખીને કાપવાની યોગ્ય રીત

Karan
Do NOT follow this link or you will be banned from the site!