GSTV
Home » News » સોનુ ખરીદવાનો વિચાર હોય તો હમણા થોભી જજો, જલ્દી જ આટલો નીચો આવશે ભાવ

સોનુ ખરીદવાનો વિચાર હોય તો હમણા થોભી જજો, જલ્દી જ આટલો નીચો આવશે ભાવ

સોનાના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થઇ ગયો છે. હાલ તેની કિંમત 39 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. એક્સપર્ટસે જણાવ્યા અનુસાર, સોનાનો ભાવ 38 હજાર રૂપિયા અથવા તેની નીચે આવી શકે છે. એક જ્વેલરે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ ઇન્વેટરોનો ગોલ્ડમાં રસ ઘટ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર પર સમાધાનના સંકેત મળી રહ્યાં છે. તેનાથી ગોલ્ડમાં તેજી હવે નથી રહી.

તેવામાં ભારત સહિત અનેક દેશોમાં પણ ગોલ્ડની માગ ઘટી છે. તેનાથી તેની કિંમતોમાં પણ દબાણ વધી રહ્યું છે. જ્વેલરે જણાવ્યું કે ગોલ્ડનો આગામી પડાવ 38 હજાર રૂપિયાનો છે. જો તેમ થયાં તો લોકોને ઓછી કિંમતે સોનુ ખરીદવાની તક મળી શકે છે. સાથે જ વર્તમાન સ્તર પર સોનુ ખરીદનારા રોકાણકારોનું જોખમ વધી રહ્યું છે.

રિસાયકલિંગ પર જોર

લગ્નસરાની સીઝનમાં પણ ગોલ્ડની માગ નથી વધી. તેનો અર્થ એ છે કે લોકો જરૂરિયાત પ્રમાણે સોનુ ખરીદી રહ્યાં છે સાથે જ તેઓ જૂનુ ગોલ્ડ આપીને ઘરેણા બનાવડાવી રહ્યાં છે. તેથઈ માર્કેટમાં ગોલ્ડનો પૂરતો સપ્લાય થઇ રહ્યો છે અને તેની આયાત ઘટી રહી છે. સાથે જ સોનુ ગત શુક્રવારે ન્યૂયોર્કમાં ઘટાડા સાથે 1,473 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયુ હતું.

37500 પણ થઇ શકે છે કિંમત

લગ્નસરાની સીઝન જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી ચાલશે. તેવામાં લોકો ભાવ ઘટતાં સોનાની ખરીદી કરી શકે છે. કેટલાંક જ્વેલર્સ ગ્રાહકોને 38 હજાર કે તેથી નીચેના ભાવે સોનુ ખરીદવાની સલાહ આપી રહ્યાં છે. ત્યાં કેટલાંક જ્વેલર્સનું માનવું છે કે ગોલ્ડનો ભાવ 37,500 સુધી નીચે આવે તો પણ નવાઇ નહી. ફ્યૂચર્સ માર્કેટમાં ગોલ્ડ જલ્દી 38 હજાર સુધી આવી શકે છે. તેની અસર વર્તમાન માર્કેટમાં પણ તેની કિંમત પર પડશે.

Read Also

Related posts

રામ મંદિર બનાવવા માટે દરેક વ્યક્તિ પાસેથી લેવાશે 10 રૂપિયાનો સહયોગ, ત્રણ મહિનામાં કામ થઈ રહ્યું છે શરૂ

Mayur

Republic Day: ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ, ભારત દેશ મનાવી રહ્યો છે 71મો ગણતંત્ર દિવસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!