GSTV

કામના સમાચાર/ સોનુ લેવાનો વિચાર હોય તો હમણા રોકાઇ જાવ, નવા વર્ષે 5,000 રૂપિયા સુધી થઇ જશે સસ્તુ

સોનુ

આ વર્ષે માર્ચથી દુનિયાભરમાં કોરોના મહામારીના પગલે દહેશતનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં સોનુ સુરક્ષિત રોકાણનું સૌથી સારુ માધ્યમ બન્યુ હતુ. જોખમના દૌરમાં સોનુ રોકાણનો સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ હવે કિંમતોમાં ઘટાડો આવી રહ્યો છે. અમેરિકન ડોલર અને કોવિડ19 વેક્સીનની ખબરો વચ્ચે સોના-ચાંદી સસ્તા થયા છે. ગોલ્ડ ઇટીએફ (Gold ETF)માં પણ રોકાણકાર કંઇ ખાસ રસ નથી દાખવી રહ્યા. ઓગસ્ટ બાદથી અત્યાર સુધી સોનુ આશરે 6,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઇ ગયુ છે.

સોનું

5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઇ શકે છે સોનુ

હવે કોરોનાની પ્રભાવી વેક્સિન જલ્દી આવવાની ખભરથી સોનાના ભાવમાં 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવુ છે કે સોનાની કિંમતોનાં ઘટાડો યથાવત રહેવાનું અનુમાન છે. નવા વર્ષ સુધી વર્તમાન સ્તરથી સોનુ 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઇ શકે છે.

અમેરિકન દવા કંપની ફાઇઝરે દાવો કર્યો છે કે તેની વેક્સીન ત્રીજા ટ્રાયલમાં 95 ટકા સુધી સફળ રહી છે. મોર્ડનાનું કહેવુ છે કે તેની વેસ્કીન 94.5 ટકા કારગર છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટીટ્યુટે પણ કહ્યું કે ભારતમાં વેક્સીન 3-4 મહિનામાં ઉપલબ્ધ થશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે તેની કોરોના વેક્સીન 90 ટકા સુધી કારગર છે. ઓક્સફર્ડના વેક્સીન પ્રોજેક્ટમાં સીરમ પાર્ટનર છે.

સોનુ

45,000 રૂપિયા સુધી ઘટી શકે છે સોનાના ભાવ

એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે જણાવ્યું કે કોરોના વેક્સીન સાથે સંબંધિત સારી ખબરો બાદ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. તેમનુ કહેવુ છે કે આગળ પણ સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળી શકે છે. જો નવા વર્ષ સુધી વેક્સીન લોન્ચ થઇ જાય તો એમસીએક્સ પર સોનાની કિંમત 45000 રૂપિયા સુધી ઘટી શકે છે.

શોર્ટ ટર્મમાં સોનામાં ઘટાડાનું અનુમાન છે. તેમનુ કહેવુ છે કે જો કોરોનાની વેક્સીન માર્કેટમાં આવી ગઇ તો સોનાના ભાવ 48000 રૂપિયા સુધી નીચે આવી શકે છે.

Read Also

Related posts

શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત

Pravin Makwana

આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ

Pravin Makwana

હિંસા અને ફરિયાદો વચ્ચે સુરક્ષિત માહોલમાં ચૂંટણી કરાવવા પર જોર, બંગાળ ઈલેક્શન પર ચૂંટણી પંચે કરી આ મોટી વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!