GSTV

આ મહિનામાં 5500 રૂપિયા સસ્તુ થયું સોનું, જાણો શું છે નવા ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ડોલરની માગ વધતા દૂનિયામાં સોનાની કિંમતો સતત ઘટી રહી છે. જો કે, મંગળવારે વિદેશી બજારોમાં ખરીદદારી બાદ સોનાની કિંમતોમાં તેજી આવી છે. તેની અસર ઘરેલું બુલીયન માર્કેટ ઉપર પણ દેખાઈ રહી છે. દિલ્હીના બુલીયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભોવો 663 રૂપિયા સુધી વધ્યં છે. તો આ દરમયાન ચાંદીની કિંમતોમાં 1321 રૂપિયાનો વધારો થયો છે. એક્સપર્ટસનું કહેવું છે કે, વિદેશી બજારની સાથે સાથે ઘરેલું વાયદા બજારમાં મંગળવારે સોનામાં તેજી જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે થનારી ડિબેટ ઉપર લાગી છે. તે સિવાય અમેરિકામાં રાહત પેકેજ સાથે જોડાયેલા બિલ ઉપર પણ નજર છે.

સોનાની નવી કિંમતો

એચડીએફસી સિક્યોરીટીઝના જણાવ્યા પ્રમાણે 99.9 શુદ્ધ સોનાનાભાવો 663 રૂપિયા વધીને 51367 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યાં છે. તેના પાછલા સત્રમાં એટલે કે સોમવારે કારોબારના અંતમાં સોના 50704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપ બંધ થઈ હતી.

ચાંદીની નવી કિંમતો

ગોલ્ડની જેમ ચાંદીની કિંમતોમાં પણ તેજી આવી છે. મંગળવારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 1321 રૂપિયા વધીને 61919 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગયો હતો. તેના એક દિવસ પહેલા સોમવારે ચાંદી 60598 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ થયો હતો.

શા માટે આવી સોના અને ચાંદીની કિંમતોમાં તેજી

એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણવ્યું હતું કે, દિલ્હીની બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 663 રૂપિયા વધ્યો છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીને દર્શાવે છે. તેનું કહેવું છે કે, રૂપિયામાં આવેલી કમજોરીની અસર સોનાની કિંમતો ઉપર પણ જોવા મળશે. ઘરેલુ વાયદા બજારમાં સોનાના શરૂઆતી કારોબારમાં નજીવી તેજી જોવા મળી હતી. એમસીએક્સ ઉપર સોનાનો ઓક્ટોબર વાયદો 67 રૂપિયા એટલે કે 0.13 ટકા વધીને 50200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયો છે. સોમવારે ઓક્ટોબર વાયદો 50133 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયો હતો. મંગળવારે ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. એમસીએક્સ ઉપર શરૂઆતના કારોબારમાં તે 289 રૂપિયા એટલે કે, 0.48 રૂપિયા વધીને 60685 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગયો છે.

Related posts

VIDEO: ‘દીયા ઔર બાતી હમ’ ફેમ દિપીકા સિંહે ‘છોગાળા તારા’ ગીત પર રમી રહી છે દાંડિયા

Pravin Makwana

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!