GSTV

સોનાએ આજે તોડ્યો પોતાનો રેકોર્ડ, ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો વાયદાનો ભાવ, વૈશ્વિક કિંમત પણ આસમાને

Last Updated on February 24, 2020 by Mansi Patel

સોનાની કિંમતમાં સોમવારે મસમોટો ઉછાળો આવ્યો છે. એક જ દિવસમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 900 રૂપિયા કરતા વધુનો સુધારો નોંધાયો છે. આ સાથે જ સોનાનો ભાવ ઐતિહાસીક સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. અમદાવાદમાં 999 ટચ સોનાની કિંમત 45 હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગઇ છે. જે અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી છે.. જ્યારે કે એક કિલો ચાંદીની કિંમત 50 હજાર નજીક પહોંચી ગઇ છે. અમદાવાદમાં દિવસના અંતે એક કિલો ચાંદીની કિંમત 49 હજાર 850ના લેવલે પહોંચી ગઇ હતી. મનાઇ રહ્યું છે કે ડોલર સામે રૂપિયામાં આવેલી નરમાશના કારણે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. સાથે વૈશ્વિક માર્કેટમાં પણ સોનાની કિંમતમાં વધારો નોંધાયો હતો.જેની અસર માર્કેટમાં જોવા મળી.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ  

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. હાલમાં સોનાનો વૈશ્વિક હાજર કિંમત સાત વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. સોમવારે સવારે ઔંશદીઠ 1,672 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો, જે ઓલ-ટાઇમ હાઇ કરતા થોડા ડોલર ઓછો હતો. વૈશ્વિક સ્તરે સોનાનું ઉચ્ચતમ સ્તર ઔંશદીઠ 1,679 ડોલર છે.

સોનામાં તેજીનું આ છે કારણ

સોનાના ભાવમાં વધારા પાછળનું સૌથી મોટું કારણ વૈશ્વિક આર્થિક વિકાસ પર મંડરાતા સંકટના વાદળ છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટ કોરોના વાયરસને કારણે છે. કોરોના વાયરસ ચીનની બહાર દક્ષિણ કોરિયા, ઇટાલી અને મધ્ય એશિયામાં પણ ફેલાઈ રહ્યો છે. અહીં આ વાયરસથી સંક્રમિત થયેલાં લોકો અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આમ, કોરોના વાયરસના પ્રકોપથી પેદા થયેલાં આર્થિક સંકટે રોકાણકારો માટે સોનું સેફ હેવન બની ગયું છે. આથી સોનાના ભાવ વધી રહ્યા છે.

ચાંદીમાં પણ ભારે તેજી

સોનાની સાથે ચાંદીમાં પણ સોમવારે જોરદાર તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ એક્સચેંજમાં 5 માર્ચ, 2020 ના રોજ ચાંદીના વાયદામાં સોમવારે સવારે 0.72 ટકાનો ઉછાળો અથવા 349 રૂપિયાના વધારા સાથે રૂ. 48,650 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ચાંદીના હાજર ભાવની વાત કરવામાં આવે તો સોમવારે પણ તેજી જોવા મળી છે.

READ ALSO

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!