GSTV

સોનાની ચમક ઝંખવાઇ : ભાવ ઘટીને રૂ.30,900 થઇ ગયા

Last Updated on August 1, 2019 by Alap Ramani

મુંબઈ સોના-ચાંદી બજારમાં ગઇકાલે મહારાષ્ટ્ર દિન નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી, બંધ બજારે ભાવ ઘટયા મથાળે અથડાતા હતા.  વિશ્વ બજારમાં ભાવમાં હવામાન મિશ્ર હતું. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો ચાંદીના ભાવ આંચકા પચાવી નીચા મથાળેથી ધીમા સુધારા પર રહ્યા હતા.  વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશદીઠ ૧૩૧૩થી ૧૩૧૩.૫૦ ડોલરવાળા  વધુ ઘટી સાંજે ૧૩૦૯ થઈ ૧૩૧૦.૨૫થી ૧૩૧૦.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા.

ચાંદીના ભાવ રૂ.38,750 સુધી ૫હોંચ્યા

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  મુંબઈમાં બંધ બજારે  સોનાના ભાવ સૂસ્ત બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં ૧૦ ગ્રામના ભાવ સોનાના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૦૯૫૦ વાળા રૂ.૩૦૯૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૧૦૦ વાળા ૩૧૦૫૦ આસપાસ બોલાયા હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા જેટલા ઉંચા બોલાયા  હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ  નીચામાં  ૧૬.૨૫ ડોલર હતા તે આજે સાંજે  ૧૬.૩૧થી ૧૬.૩૨ ડોલર  આસપાસ રહ્યાના  સમાચાર હતા. મુંબઈમાં બંધ બજારે  ચાંદીના  ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૮૬૫૦  વાળા રૂ.૩૮૭૦૦થી ૩૮૭૫૦ આસપાસ  બોલાયા  હતા  જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે  રૂ.૧૧૦૦થી ૧૨૦૦ જેટલા ઉંચા બોલાયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન વિશ્વ બજારમાં સાંજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ગબડી ૯૦૦ ડોલરની  અંદર ઉતરી ૮૯૯.૪૦થી ૮૯૯.૪૫  ડોલર રહ્યા  હતા જયારે પેલેડિયમના ભાવ ઘટી સાંજે  ૯૫૫.૧૫થી ૯૫૫.૨૦ ડોલર બોલાયા હતા.

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!