મિશ્રિત વૈશ્વિક સંકેતોની વચ્ચે ભારતમાં સોના અને ચાંદીની કીંમતોમાં ઉતાર-ચઢાવ થઈ રહ્યા છે. આજે MCX પર ફેબ્રુઆરીમાં સોનાની કીંમત 0.03ની ટકાવારી ઘટીને 49,328 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. જયારે ચાંદી 0.22ની ટકાવારી ઘટીને 65,414 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયું છે. શુક્રવારે થયેલા ભારે ઘટાડા બાદ ગયા સત્રમાં સોનાની કીંમત 0.7ની ટકાવારી વધી હતી. ઑગસ્ટમાં 56000ના ઉચ્ચ સ્તરથી સોનું 7000 રૂપિયા નીચા છે.

આંતરરાષ્ટ્રિય બજારોમાં છે સોનાની આટલી છે કીંમત
આંતરરાષ્ટ્રિય બજારોમાં આજે સોનાના દરમાં વધારો નોંધાયો છે.અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડનો શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરીએ થશે. આ દિવસે તે પદ પર શપથ લેશે. જો બાઈડન ગુરુવારે પ્રોત્સાહન પેકેજની રૂપરેખા તૈયાર કરશે. અનેક વિશ્લેષકોનું માનવું છે કે, સોનાને નીચલા સ્તરો પર સમર્થન મળી શકે છે. કારણ કે, પ્રોત્સાહન મુદ્રાસ્ફીતીમાં વૃદ્ધીનો માર્ગ પ્રશસ્ત કરવામાં મદદ કરી શકાય છે. જેના વિરોધમાં સોનાને હેજના રૂપમાં જોવામાં આવે છે.
નિષ્ણાતોએ કહ્યું કે, વૈશ્વિક ઈક્વિટી વધી રહી છે. અને આશા છે કે, કોવિડ-19 જલ્દી જ નિયંત્રણમાં આવી શકે છે કારણ કે અનેક દેશમાં રસીકરણ શરૂ થઈ ગયું છે. એવામાં સોનાની સેફ હેવન માંગ અ તેના ભાવથી પ્રભાવિત થાય છે. જો કે અમેરિકામાં તાજેત્તરમાં રાજકોષિય પ્રોત્સાહન ઉપાય અને બહુ વર્ષીય નબળા ડોલર ધાતુને નિચલા સ્તપ પર સમર્થન આપી રહ્યા છે.

ગોલ્ડ ઇટીએફમાં ઝડપથી વધી રહ્યું છે રોકાણ
કોરોના વાયરસ મહામારીના કારણે છવાયેલી આર્થિક મંદી અને અમેરિકન ડોલરમાં સુસ્તીથી વર્ષ 2020માં સુરક્ષિત રોકઆમ તરીકે ગોલ્ડ આધારિત એક્સચેન્જ ટ્રેડેટ ફંડ (ઇટીએફ)માં રોકાણકારોનું આકર્ષણ વધ્યુ છે. તેનાથી ગોલ્ડ ઇટીએફમાં 6,657 કરોડ રૂપિયાનું શુદ્ધ રોકાણ થયુ. જ્યારે વર્ષ 2019માં ગોલ્ડ ઇટીએફમાં ફક્ત 16 કરોડ રૂપિયાનું શુદ્ધ રોકાણ થયુ હતુ. જો કે 2019માં સતત છ વર્ષની શુદ્ધ નિકાસ બાદ તેમાં શુદ્ધ ખરીદી થઇ હતી. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડા અનુસાર, ડિસેમ્બર 2020ના અંત સુધી સ્વર્ણ કોષોના પ્રબંધનાધિન કુલ સંપત્તિ આખા વર્ષના 5,768 કરોડ રૂપિયાની તુલનામાં બે ગણાથી વધીને 14,174 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ. 2020માં સોનુ રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ તથા સૌથી ઉમદા પ્રદર્શન કરતા સાધનોમાંથી એક બનીને ઉભરી આવ્યુ.

રોકાણકારો માટે ખુલી સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના
રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત બજાર મૂલ્યથી ખૂબ જ ઓછી કિંમતે સોનુ ખરીદી શકો છો. આ યોજના ફક્ત પાંચ દિવસ (11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી) માટે ખુલી છે. યોજના અંતર્ગત તમે 5,104 રૂપિયા પ્રતિ ગ્રામ પર સોનુ ખરીદી શકો છો. એટલે કે જો તમે 10 ગ્રામ સોનુ ખરીદો તો તેની કિંમત 51,040 રૂપિયા થાય છે અને ગોલ્ડ બોન્ડની ખરીદી ઑનલાઇન કરવામાં આવે તો સરકાર આવા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામની વધારાની છૂટ આપે છે. તેમાં અરજી માટે પેમેન્ટ ‘ડિજિટલ મોડ’ના માધ્યમથી કરવામાં આવે છે.
Read Also
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?