GSTV

જલ્દી કરો! સોનુ ખરીદવાનો આ જ છે યોગ્ય સમય, જાણી લો કેટલું સસ્તુ થયું ગોલ્ડ, ચાંદીના ભાવ પણ ઘટ્યા

સોનુ

Last Updated on June 18, 2021 by Bansari

દેશના ઝવેરીબજારોમાં આજે ઓચીંતું મંદીનું મોજું ફરી વળ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવમાં ઔંશદીઠ ઝડપી 75થી 80 ડોલરનો કડાકો બોલાઈ ગયાના સમાચારો પાછળ ઘરઆંગણે પણ સોના- ચાંદીમાં ગભરાટ ફેલાયો હતો. બજારમાં વ્યાપક વેચવાલી નિકળી હતી. સામે તૂટતા ભાવોએ બાયરો સાઈડલાઈનમાં જતા રહ્યા હતા.

સોનુ

ડોલર ઈન્ડેક્સ ઉછળતાં સોનામાં ગભરાટ ફેલાયો: અમદાવાદ સોનું તૂટી રૂ.49 હજાર નજીક ઉતર્યું

અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂ.700 તૂટી ગયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.1500 ગબડયા હતા. મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ વિ. વિવિધ શહેરોના ઝવેરીબજારોમાં આજે ભાવમાં સમકક્ષ કડાકાઓ બોલાયા હતા.

મુંબઈ ઝવેરીબજારમાં જીએસટી વગર સોનાના ભાવ તૂટી રૂ.47400 તથા ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી રૂ.69500 બોલાય હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજાર તૂટતા ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે ભાવ પર દબાણ વધ્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

સોનુ

યુએસમાં વ્યાજ દર વધવાના સંકેતો વચ્ચે

વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગમાં આગળ ઉપર વ્યાજના દરો અપક્ષે કરતાં વહેલા વધારવામાં આવશે એવા સંકેતો બતાવાતાં અમેરિકાના ફેડરલ રિઝર્વના આવા સંકેતો વચ્ચે વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ વિવિધ કરન્સીઓ સામે ઝડપથી ઉછળતાં તેના પગલે સોનામાં ફંડો વેંચવા દોડયા હતા.

બોન્ડ તથા ટ્રેઝરીની યીલ્ડ પણ વધતાં સોના પર મંદીની અસર ઘેરી બની હતી. સોના પાછળ ચાંદીના ભાવ વિશ્વબજારમાં ઔંશના 27.76થી 27.77 ડોલર વાળા ગબડી આજે 26.07થી 26.08 ડોલર બોલાઈ ગયા હતા. સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓમાં પણ આજે મંદીનો આંચકો લાગ્યો હતો.

પ્લેટીનમના ભાવ ઔંશના 1149થી 1150 ડોલરવાળા તૂટી આજે 1086થી 1087 ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના 2773થી 2774 ડોલરવાળા ગબડી આજે 2629થી 2630 ડોલર બોલાઈ ગયા હતા. ચીને પોતાના સ્ટોકમાંથી મેટલ્સમાં જથ્થો વેંચવા કાઢતાં તથા કોપર ગબડતાં તેની અસર પણ વૈશ્વિક બજારો પર મંદીની જોવા મળી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

Read Also

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!