Last Updated on February 27, 2021 by Sejal Vibhani
જો બુલિયન માર્કેટમાંથી સસ્તુ સોનું ખરીદવું હોય તો 1 માર્ચથી તમારા માટે સોનેરી તક છે. વધુ એક ચાન્સ આપી રહી છે મોદી સરકાર. 1 માર્ચથી સરકાર સાર્વભૌમ ગોલ્ડ વેચી રહી છે, આ સોનેરી તક હાથમાંથી ન જવા દેતા. કારણ કે પોતાના ઓલ ટાઈમ હાઈથી લગભગ 10,000 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી સસ્તું થઈ ગયું છે સોનું. જો કે આ ગોલ્ડ ફિઝિકલ રૂપે મળશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ માટે નિર્ગમ મૂલ્ય 4,662 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે.

10 ગ્રામ પર 500 રૂપિયાની છૂટ
RBI અનુસાર, સરકારે કેન્દ્રીય બેંક સાથે વિચાર વિમર્શ કરી ઓનલાઈન આવેદન કરવા અને ડિઝિટલ માધ્યમથી ચુકવણી કરવા પર રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ રીતે રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડના નિર્ગમ મૂલ્ય 46,620 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. સુવર્ણ બ્રાંડ 2020-21 ભારત સરકાર તરફથી રજૂ કરે છે.

સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ 12મી સીરીઝની 10 મુખ્ય વાતો
- મોદી સરકાર એવા સમયે ગોલ્ડ બોન્ડ લઈને આવી છે જ્યારે ઘરેલુ કિંમતો નવી ઉંચાઈ પર પહોંચ્યા બાદ લગભગ 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તી છે. સાર્વભૌમ ગોલ્ડ લોન સ્કિમ 2020-21ની 12મી સીરીઝમાં સબસ્ક્રિપ્શન 5 માર્ચ 2021 બાદ બંધ થઈ જશે.
- 4,662 પ્રતિ ગ્રામનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ગોલ્ડ બોન્ડ માટે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશન લિમિટેડ દ્વારા 999 શુદ્ધતાવાળા સોનાના પ્રકાશિત સામાન્ય સરેરાશ બંધ ભાવ પર આધારિત છે.
- સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ રજૂ કરવામાં આવ્યો છે. ભૌતિક સોનાની માંગ ઓછી કરવા માટે અને નાણાંકિય બચતમાં ઘરેલૂ બચતના એક ભાગને સ્થાનાંતરિત કરવાના ઉદ્દેશ્યથી 2015માં સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી હતી.
- સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ સ્કિમમાં એક નાણાંકિય વર્ષમાં 1 વ્યક્તિ વધુમાં વધુ 500 ગ્રામ સોનાનો બોન્ડ ખરીદી શકે છે. તેમજ ન્યૂનત્તમ એક ગ્રામ હોવું જરૂરી છે.
- સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ્સ 2020-21માં તમે 5 માર્ચ સુધી રોકાણ કરી શકો છો.
- બોન્ડ રજૂ થવાના 15 દિવસની અંદર સ્ટોક એક્સચેન્જ પર તરલતાને આધીન થઈ જશે.
- SBJની દરેક અરજી સાથે રોકાણકાર PAN જરૂરી છે. સુવર્ણ બોન્ડ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા નામિત પોસ્ટઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જના માધ્યમથી વેચવામાં આવશે.
- તેની સૌથી ખાસ વાત હોય છે કે રોકાણકારને સોનાના ભાવમાં વધારાનો લાભ તો મળે જ છે. સાથે જ તેમને ઈન્વેસ્ટમેન્ટ રકમ પર 2.5 %ની ગેરેન્ટેડ ફિક્સ્ડ ઈન્ટરેસ્ટ મળે છે.
- આ બોન્ડની અવધિ 8 વર્ષની હોય છે. અને 5માં વર્ષ બાદ જ પ્રીમેચ્યોર કરાવી શકાય છે.
- આ ત્રણ વર્ષ બાદ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે તેમજ તેના લોન માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
READ ALSO
- શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર
- ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું
- લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ
- મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
