GSTV

10 ગ્રામ સોનાનો ભાવ વધીને 55,000 રૂપિયા થઈ શકે છે, કિંમતમાં ઉછાળાનું આ છે કારણ

કોરોના

Last Updated on July 1, 2020 by Mansi Patel

આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર મંદ થવાથી અને કોરોના રોગચાળાના કોઈ સમાધાન ન થવાથી તેની અસર સોનાના ભાવ પર દેખાવા માંડી છે. બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ .50,000 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ તેનાથી પણ મહત્ત્વની વાત એ છે કે, આગામી દિવસોમાં, 10 ગ્રામદીઠ સોનાનો ભાવ 55,000 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

સોનું મોંઘુ થવાનું આ છે કારણ

સલામત રોકાણ (Safe investment)તરીકે રોકાણકારો સતત સોનામાં રોકાણ કરે છે. હોંગકોંગ (Hong Kong) ની સ્થિતિ પર ચીન (China)  અને અમેરિકા (US)ના વલણને કારણે સોનાના ભાવમાં પણ વધારો થયો છે. બજારના નિષ્ણાતોના મતે અમેરિકામાં કોવિડ -19 દર્દીઓની વધતી સંખ્યા અને શેર બજારમાં ઘટાડાને કારણે આગામી દિવસોમાં સોનામાં રોકાણ વધુ વધશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 2020 ના અંત સુધીમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ 55000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

સોના

જો આ થશે તો સોનું 55,000 પર પહોંચી જશે

ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (IBJA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પૃથ્વીરાજ કોઠારીના જણાવ્યા મુજબ, કોરોના વાયરસને કારણે શેર બજારમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. મોટા રોકાણકારો સોનામાં વધુને વધુ પૈસા લગાવી રહ્યા છે.  કોરોના વાયરસ રોગચાળાને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અમેરિકા સહિતના ઘણા દેશો બજારમાં પૈસાની અછત માટે નોટો છાપી રહ્યા છે. તેની અસર સોનાના ભાવ પર પણ પડી રહી છે. IBJAના રાષ્ટ્રીય અધ્યક્ષના જણાવ્યા મુજબ, હાલમાં સોનું 10 ગ્રામદીઠ રૂ .50,000 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ જો કોરોના વાયરસ ટૂંક સમયમાં નિયંત્રિત ન થાય તો, 2020 ના અંત સુધીમાં, સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 55000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં આ છે ભાવ

જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય કારણોસર સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઔંશદીઠ સતત 1,750 ની ઉપર રહ્યો છે. જ્યારે, હાજર બજારમાં સોનું ઔંશદીઠ 1,750 અને 8 1,815ની વચ્ચે કારોબાર કરી રહ્યું છે. હોંગકોંગ (Hong Kong) પર ચીન (China) અને યુએસ (US) ના વલણને કારણે સોનાના ભાવમાં આગામી દિવસોમાં વધુ વધારો જોવા મળશે. સોનાના ભાવ હાલના સ્તરેથી 10 ગ્રામ દીઠ 1000 રૂપિયા સુધી વધતા જોઈ શકાય છે.

READ ALSO

Related posts

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

માઠા સમાચાર / 1 ઓક્ટોબરથી સેલરીમાં થઈ શકે છે ઘટાડો! અન્ય ફેરફારો થવાની પણ શક્યતા, જાણો સરકારના નવા અધિનિયમ વિશે

Zainul Ansari

ખાસ વાંચો/ હવે તમારી મનપસંદ ભાષામાં બનાવડાવો આધાર કાર્ડ, જાણો શું છે પ્રોસેસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!