GSTV

ગોલ્ડ મોનેટાઈઝેશનની સ્કીમમાં બદલાવની તૈયારી, ઘરમાં પડેલા સોનામાં વ્યાજ કમાવાનો ચાન્સ

Last Updated on January 6, 2021 by Ankita Trada

ઘરમાં પડેલા સોનાને સિસ્ટમમાં પાછા લાવવા માટે લોન માટે કેન્દ્ર સરકારે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ લોન્ચ કરી હતી. ત્યારે હવે લોકોને આકર્ષવા માટે સરકાર આ સ્કીમમાં મોટો બદલાવ કરવાની તૈયારીમાં છે. CNBC- અવાજના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કહેવામાં આવે છે કે ગોલ્ડ મોનેલાઈઝેશન સ્કીમમાં શામેલ થવા વાળા જ્વેલર્સને સરકાર દ્વરા ઈન્સેન્ટિવ્સ મળી શકે છે.

આ અંગે જાણકારી આપતા CNBC-અવાજના ઈકોનોમિક પોલિસી એડિટર લક્ષ્મણ રોયએ સૂત્રો દ્વારા જણાવ્યું કે સરકાર આ સ્કીમમાં બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ જ્વેલર્સને સોનાની કિંમતના 1.5 % નો વધારો મળી શકે છે.

જલ્દી જાહેર થઈ શકે છે ગાઈડલાઈન

મળતી માહિતી અનુસાર, આ ઉપરાંત કલેક્શન સેંટર અને શુદ્ધતા સેંટર લગાવવા પર પણ છૂટ મળી શકે છે. આ મુદ્દા પર જ્વેલર્સ અને નાણાં મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. આ અંગે જલ્દી જ કોઈ નવી ગાઈડલાઈન શરૂ થઈ શકે છે. આ સ્કીમ હેઠળ સરકારે ભારપૂર્વક જણાવ્યું કે વધુને વધુ સોનું જમા કરાવવામાં આવે.

જણાવી દઈએ કે સરકારે 2015માં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ લોન્ચ કરી હતી. જેનો હેતુ ઘરમાં સંસ્થામાં કે ટ્રસ્ટમાં રાખવામાં આવેલ સોનું બહાર લાવવાનો અને તેનો સારો ઉપયોગ કરવાનો છે. આ યોજના હેઠળ મધ્યમ સમયમાં 5 થી 7 વર્ષ માટે અને લાંબા સમયમાં 12 વર્ષ માટે સોનું જમા કરાવી શકાય છે.

જમા સોના પર વ્યાજ કમાવવાનો મોકો આ સ્કીમ હેઠળ તમે તમારું સોનિં બેંકમાં જમા કરાવી શકો છો. જેના પર તમને બેંકમાંથી વ્યાજ મળશે. આ સ્કીમની ખાસીયત એ છે કે પહેલા તમે તમારા સોનાને લોકરમાં રાખતા પરંતુ હવે તમારે સોનાને સુરક્ષિત રાખવા માટે લોકર લેવાની પણ જરૂર નથી અને નિશ્ચિત વ્યાજ પણ મળશે.

READ ALSO

Related posts

Travel Diary-5/ એ યુવાને મને લેકમાં બોટ હાઉસમાં રોકાવાની વાત કરી, ભાવતાલ નક્કી કર્યા પછી એમની બોટ હાઉસ પહોંચ્યો જ્યાં તેણે અસલ રંગ દેખાડ્યો

Lalit Khambhayata

સરકારી નોકરી ભરતી/ ભારતીય વાયુસેનામાં 10મા અને 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, જલદીથી આ રીતે કરશો અરજી

Harshad Patel

જલદી કરો/ ગુજરાત HIGH COURTમાં નોકરીની ઉત્તમ તક : કાનૂની સહાયક અને ડેપ્યૂટી સેક્શન ઓફિસર માટે પડી છે જગ્યાઓ, હજારોમાં છે સેલેરી

Karan
Do NOT follow this link or you will be banned from the site!