GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

એશિયા અંડર 15માં મહેસાણાના તસનીમ મીરે બેડમિન્ટમાં ગોલ્ડ મેળવ્યો

મહેસાણાની તસનીમ મીરે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યુ છે. તસનીમમે એશિયાની અંડર 15માં કોરિયા સાથેની મેચમાં જીત મેળવીને ગોલ્ડન સિદ્ધિ મેળવી છે.

મહેસાણાની તસનીમ મીર ઉંમર ભલે માત્ર 15 વર્ષની હોય પરંતુ બેડમિન્ટ હાથમા લે એટલે ભલભલા ખેલાડીઓને પરસેવો વાળી દે. તસનીમે અંડર 15 બેડમિન્ટન ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. બેડમિંટનમાં જીત હાંસલ કર્યા બાદ તસનીમનું મહેસાણામાં ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યુ હતું. તસનીમની જીતથી તેનો પરિવાર સૌથી વધારે ખુશ છે. કેમ કે, તસનીમના પિતા ઈરફાન મીર બેડમિંટનના કોચ રહી ચૂક્યા છે.

તસનીમનું ઘર મેડલથી ઝળહળે છે. તેણે બેંડ મિન્ટનમાં મ્યાનમાર, જાપાન, થાઈલેન્ડ અને નેપાળના ખેલાડીઓને માર આપી છે. ત્યારે તસનીમે એશિયા કપમાં પહેલીવાર ગોલ્ડ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે.

Related posts

ખોખરા વિસ્તારમાં અનેક જગ્યાએ પડ્યા ભુવા, તંત્રનાં દાવા પોકળ સાબિત થયા

pratik shah

સોનૂ સૂદની કામગીરી પર શિવસેનાએ મોં બગાડ્યું, મહાત્મા સૂદ કહી મજાક ઉડાવી

Pravin Makwana

સુરત: સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા, વરસાદને કારણે લોકોને પડી હાલાકી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!