GSTV
Home » News » વિશ્વ બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં સોના-ચાંદીના ભાવ ઉચકાયા

વિશ્વ બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં સોના-ચાંદીના ભાવ ઉચકાયા

વિશ્વ બજારમાં સોનામાં આવેલા ઉછાળા પાછળ સ્થાનિક  સોનાચાંદી બજારમાં આજે  સોનામાં સુધારો જોવા મળ્યો હતો. સોનાની પાછળ ચાંદીના ભાવ પણ ઉપર બંધ રહ્યા હતા. ક્રુડ તેલમાં ઘટાડે લેવાલી નીકળતા ભાવ ફરી ૭૬ ડોલરની ઉપર બોલાવા લાગ્યા હતા. રૂપિયા સામે ડોલર ૨૦ પૈસા સુધરીને રૂપિયા ૬૭.૧૨ બંધ આવ્યો હતો. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે  બુધવારે રૂપિયા ૩૦૬૬૫  બંધ રહ્યા હતા તે આજે સવારે રૂપિયા ૩૦૭૮૦  ઉપર ખૂલી રૂપિયા ૩૦૭૭૫  બંધ રહ્યા હતા.

૯૯.૯૦ ગોલ્ડના જીએસટી વગરના ભાવ જે  બુધવારે રૂપિયા ૩૦૮૧૫ બંધ રહ્યા હતા તે આજે  સવારે રૂપિયા ૩૦૯૩૦  ઉપર ખુલી રૂપિયા ૩૦૯૨૫ બંધ રહ્યા હતા. સ્થાનિક જ્વેલર્સ  તથા રિટેલરો તરફથી માગ નીકળતા ભાવમાં સુધારો  જોવાયો  હતો. સોના પાછળ ચાંદીમાં  આજે સુધારો  જોવાયો હતો. બુધવારે ચાંદીના ભાવ જે એક કિલોના જીએસટી વગરના રૂપિયા ૩૯૫૪૫  બંધ રહ્યા હતા તે આજે રૂપિયા ૩૯૮૫૦ ઉપર ખૂલી રૂપિયા  ૩૯૯૭૫ બંધ  રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાએ  ફરી ૧૩૦૦ ડોલરની સપાટી કુદાવી હતી. આજે  મોડી સાંજે  એક ઔંસ દીઠ  ભાવ ગઈકાલના બંધથી પાંચ ડોલર જેટલા વધીને ૧૩૦૧ ડોલર આસપાસ બોલાતા હતા જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૬.૮૩  ડોલર બોલાતી હતી. વૈશ્વિક  બજારમાં ક્રુડ તેલના ભાવમાં  ફરી સુધારો જોવા મળ્યો હતો . બ્રેન્ટનો ભાવ પ્રતિ બેરલ  ફરી ૭૬ ડોલરને  પાર કરી  ગયો હતો અને ૭૬.૧૫ ડોલર બોલાતો હતો.

ક્રુડ ઓઈલના પ્રતિ દિન ઉત્પાદનમાં ૧૦ લાખ બેરલનો વધારો કરવા અનુરોધ

નાઈમેક્સ બેરલ દીઠ ૬૫.૩૦ ડોલર બોલાતું  હતું. અમેરિકામાં વિક્રમી ઉત્પાદન અને ઓપેક દેશો તરફથી પૂરવઠો વધવાની અપેક્ષાએ ક્રુડ તેલના ભાવ હાલમાં અથડાઈ રહ્યા છે.   અમેરિકાએ ઓપેક તથા અન્ય તેલ ઉત્પાદક દેશોને ક્રુડ ઓઈલના પ્રતિ દિન ઉત્પાદનમાં ૧૦ લાખ બેરલનો વધારો કરવા અનુરોધ કર્યો છે, તેનો  કેવો પ્રતિસાદ મળે છે  તેના પર બજારની નજર રહેલી છે.  રૃપિયા સામે આજે ડોલરમાં સુધારો જોવાયો હતો.  રૃપિયા સામે ડોલર  ૨૦ પૈસા સુધરીને  ૬૭.૧૨  રૃપિયા બંધ રહ્યો હતો. રૂપિયાને મજબૂત  બનાવવા રેપો રેટમાં વધારો કરાયો હોવાના અહેવાલને રિઝર્વ બેન્કે આજે નકારી કાઢયો હતો.

Related posts

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

સીએમ રૂપાણી અને નીતિન પટેલ સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Nilesh Jethva

ભાગ્યે જ જોવા મળતી બિમારીનો ભોગ બન્યા જેટલી, અરૂણ જેટલીને સોફ્ટ ટિશ્યુ સારકોમા કેન્સર હતુ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!