GSTV
Business Trending

અરે વાહ! ફેસ્ટિવ સીઝનમાં સસ્તુ થઇ ગયું સોનુ, આજના ભાવ જાણીને ખુશ થઇ જશો

સોનું

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઇ ચુકી છે, તેવામાંજો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે ખુશખબર છે. પાછલા કેટલાંય દિવસોથી રેકોર્ડ સ્તરે રહેલુ સોનુ ગત ચાર દિવસમાં 6000 રૂપિયા તૂટ્યુ છે. આજે સોના અને ચાંદીના ભાવોમાં ફરી એકવાર ઘટાડો થયો છે. સ્થાનિક બજારોમાં સોનુ આજે ખુલતા જ 1500 રૂપિયા તૂટ્યુ. થોડા દિવસ પહેલા સોનુ 56000 રૂપિયાની ઉંચાઇ પર પહોંચી 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયુ છે.

ગઇ કાલે સોનામાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આજે પણ સોનુ અઢી ટકા તૂટ્યુ છે. આજે ચાંદી પણ 4000 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો. જેથી ચાંદીના ભાવ 63000 રૂપિયા પ્રતિ કિલોની નીચે ગયા. તેની પહેલા ચાંદીએ 76,000 રૂપિયાની રેકોર્ડ ઉંચાઇ પાર કરી હતી. ચાંદી મંગળવારે 12 ટકા તૂટીને બંધ થઇ હતી.

સર્રાફા બજારમાં શું છે ભાવ

સોનું-ચાંદી

સોમવારની સરખામણીએ મંગળવારે દેશભરના સર્રાફા બજારમાં સોનાના ભાવમાં આશરે 1,564 રૂપિયા ઘટાડો થયો હતો. સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાનો હાજર ભાવ મંગળવારે રૂ .1564 ઘટીને રૂ .53951 પર પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો છે. તે જ સમયે, ચાંદીનો હાજર ભાવ રૂ .2,397 પ્રતિ કિલો નીચે આવીને રૂ .71,211 પર બંધ રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 11 ઓગસ્ટ, 2020 ના રોજ, દેશભરના સર્રાફા બજારોમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ .53951 રહ્યો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.49,419 રૂપિયા રહ્યો.

Read Also

Related posts

ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન

Padma Patel

શિયાળામાં આદુનો હલવો ખાવાથી મળે છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ આહારમાં કરો સામેલ

Hina Vaja

જો તમને સપનામાં હનુમાનજી દેખાય છે તો શું છે તેનો સંકેત, જાણીને ખુશ થઈ જશો

Moshin Tunvar
GSTV