GSTV

સોના-ચાંદીના ભાવો થયો ઘટાડો, ભારતમાં 50 હજાર રૂપિયાથી નીચે આવી શકે છે કિંમત

સોનાની કિંમતોમાં ઘટાડો સતત ત્રીજા દિવસે જોવા મળી રહ્યો છે. અમેરિકી ડોલરમાં આવેલી તેજીના કારણે તેમજ વિદેશી બજારોમાં સોનાના ભાવ 2 ટકા ઘટીને 1862 ડોલર પ્રતિ ઔંસ ઉપર આવી ગયા છે. ત્યારે ઘરેલું બજારમાં પાછલા મહિનાના રેકોર્ડમાં ઉંચાઈથી સોનું 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તુ થઈ ગયું છે. 7 ઓગષ્ટના એમસીએક્સ ઉપર સોનાના ભાવો 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયા હતા. ત્યારે બુલીયન માર્કેટમાં 56200 રૂપિયા પ્રતિ દશ ગ્રામના સ્તર ઉપર પહોંચ્યો હતો. હવે જ્યારે 51 હજાર પ્રતિ દશ ગ્રામ ઉપર છે. આમ 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં 5000રૂપિયા પ્રતિ દશ ગ્રામ સુધી ઘટાડો નોંધાયો છે.

આજે શું થશે

એક્સપર્ટોનું કહેવું છે કે, ઘરેલુ બજારમાં પણ કિંમતો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આવેલી તેજીના કારણે વધી ગઈ છે. જો કે આ ઘટાડા બાદ કિંમતોમાં નરમ પડી છે. અને તે આગળ પણ યથાવત રહેશે તેવી આશા રાખવામાં આવી છે. આજે સોનાની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. બુધવારે દિલ્હીની બુલીયન માર્કેટમાં સોનાના ભાવ 614 રૂપિયા ઘટીને 50750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયા હતાં.

આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો ઘટી રહી છે

પાછલા ટ્રેડમાં સોનું 51364 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા પ્રમાણે ચાંદીની કિંમત પણ 1898 રૂપિયા ઘટીને 59720 રૂપિયા પર્તિ કિલોગ્રામ ઉપર આવી ગયું છે. તેના પહેલા ટ્રેડમાં ચાંદી 61610 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ આવ્યું હતું. સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો યથાવત રહ્યો છે. બુધવારે કોમોડિટી બજારમાં સોના કરતા ચાંદીની કિંમતોમાં ચાર ગણાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોનું 683 રૂપિયા સસ્તો થયો છે. ત્યારે ચાંદીની કિંમત પણ 2800 રૂપિયા નીચે આવી ગઈ છએ.

શા માટે થયો સોનાની કિંમતોમાં ઘટાડો

કોરોના વાયરસની બીજી લહેર આવવાની આશંકા વચ્ચે રોકાણકારો ડોલકને સેફ હૈવનના રૂપમાં જોઈ રહ્યાં છે. મજબૂત ડોલરના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો યથાવત રહ્યો છે.

Related posts

ચેન્નાઈના કંગાળ દેખાવ બાદ કેપ્ટન ધોની સામે શ્રીકાન્તે આક્રોશ વ્યક્ત કર્યો

Mansi Patel

બાળકોને કુસ્તી માટે નહોતી કોઈ જગ્યા, આ શખ્સે ખેતર ગીરવે રાખીને બનાવ્યો અખાડો

Karan

કેન્દ્રની આ યોજના હેઠળ લાઈફટાઈમ ફ્રી મળશે હોસ્પીટલ ખર્ચ, આ કર્મચારીઓને મળશે સુવિધા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!