GSTV

સસ્તુ સોનુ ખરીદવાનો મોકો! રેકોર્ડ હાઇથી 8,381 રૂપિયા ઘટ્યા સોનાના ભાવ, જાણો આજનો રેટ

સોના

Last Updated on October 14, 2021 by Bansari

આ સમયે સોના અને ચાંદીના ભાવમાં મજબૂત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.20 ટકા ઘટી છે. તે જ સમયે, ચાંદીના ભાવ 0.51 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે.

જાણો કેટલો છે સોના અને ચાંદીનો ભાવ

ઓક્ટોબર ડિલિવરી માટે સોનું આજે 0.20 ટકા ઘટીને રૂ. 47,819 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી બાજુ, આજના કારોબારમાં ચાંદી 0.51 ટકા ઘટી છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 62,564 રૂપિયા છે.

સોના

રેકોર્ડ હાઇ 8,381 રૂપિયા થઇ ગયું સસ્તુ

વર્ષ 2020 ની વાત કરીએ તો ગયા વર્ષના સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આજે સોનું ઓગસ્ટ વાયદા MCX પર રૂ. 47,819 પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે, એટલે કે તે હજુ પણ લગભગ 8,381 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

મિસ્ડ કોલ આપીને જાણો સોનાનો ભાવ

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે, તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

સોના

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી, પરંતુ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

જો આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) ના માધ્યમથી ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધાવવાની માહિતી પણ મળશે.

Read Also

Related posts

દુર્લભ/ કેન્સરથી લઇ સર્જરી સુધીમાં થાય છે આ માછલીનો ઉપયોગ, લાખોમાં છે આની કિંમત

Damini Patel

ઠાકરેને ભાજપનો વળતો જવાબ, કહ્યું- કેન્દ્ર સરકારે એજન્સીઓનો દુરપયોગ કર્યો હોત તો તમારા અડધા મંત્રીઓ જેલમાં હોત

Damini Patel

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!